સમુદ્રી
ચાંચિયા વેપારી જહાજ એમવી મશાલ્લાહને ઘેરે તે પહેલાં જ ઈંગજ કોલકાતાએ બતાવ્યો દમ
નવી
દિલ્હી, તા. 27 : પશ્ચિમ હિંદ મહાસાગરમાં તૈનાત ભારતીય નૌકાદળનાં યુદ્ધ જહાજ આઇએનએસ
કોલકાતાએ સંદિગ્ધ સમુદ્રી ડકૈતીની સૂચના મળતાં જ ઝડપથી કાર્યવાહી કરીને વ્યાપારી જહાજ
એમવી મશાલ્લાહ-1 ઉપર થનારો હુમલો ટાળ્યો હતો. નૌકાદળે કહ્યું હતું કે, અદનની ખાડી પાસે
એમવી મશાલ્લાહ-1ની આસપાસ સમુદ્રી ચાંચિયાની ગતિવિધિની જાણકારી મળી હતી. આ સૂચના મળતા
જ મિશન ઉપર તૈનાત આઇએનએસ કોલકાતા હરકતમાં આવ્યું હતું.
આઇએનએસ
કોલકાતા ઉપર તૈનાત હેલિકોપ્ટરને મોકલીને વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી હતી. જહાજના
કમાન્ડોએ એમવી મશાલ્લાહ-1 ઉપર બોર્ડિંગ ઓપરેશન ચલાવીને તપાસ કરી હતી તેમજ સુનિશ્ચિત
કરવામાં આવ્યું હતું કે એમવી મશાલ્લાહ ઉપર કોઈ જોખમ નથી. એમવી મશાલ્લાહ આસપાસ સમુદ્રી
ચાંચિયા ઘેરાબંધી કરવાની તૈયારીમાં હતા ત્યારે જ આઇએનએસ કોલકાતાએ ત્વરીત કાર્યવાહી
કરીને હુમલો ટાળી દીધો હતો.