મે મહિનામાં પેટ્રોલનું વેચાણ 14 ટકા અને ડીઝલનું વેચાણ 18 ટકા વધ્યું
નવી દિલ્હી,
તા. 28 ઃ
વૈશ્વિક તેલ
સંકટ વચ્ચે
વડા પ્રધાન
નરેન્દ્ર મોદીની
બચતની અપીલ
છતાં પણ
દેશમાં પેટ્રોલ-ડીઝલની
ખપત ઓછી
થવાને બદલે
વધી રહી
છે. મે
મહિનામાં ઇંધણનાં
વેચાણમાં બે
અંકની વૃદ્ધિ
નોંધવામાં આવી
છે.
વડા પ્રધાન
મોદીએ 10 મેના
રોજ દેશવાસીઓને
પેટ્રોલ-ડીઝલનો
સીમિત અને
સમજદારીથી ઉપયોગ
કરવા અપીલ
કરી હતી
તેમજ સાર્વજનિક
ટ્રાન્સપોર્ટની સુવિધાનો
ઉપયોગ કરવા
કહ્યું હતું.
મોદીની અપીલ
બાદ ઘણાં
રાજ્યોમાં પ્રશાસનિક
સ્તરે પગલાં
લેવાયાં હતાં.
અમુક મુખ્યમંત્રીઓએ
ગાડીઓનો ઉપયોગ
ઘટાડÎો
હતો જ્યારે
અમુક સાર્વજનિક
પરિવહનનો ઉપયોગ
કરી રહ્યા
હતા. તેમ
છતાં સોશિયલ
મીડિયા ઉપર
અફવાઓનાં કારણે
ગભરાહટમાં ખરીદીઓ
થઈ હતી.
આઈઓસી અનુસાર
1 મેથી 22 મે
વચ્ચે પેટ્રોલનું
વેચાણ 14 ટકા
વધ્યું છે
જ્યારે ડીઝલનું
વેચાણ 18 ટકા
વધ્યું છે.
ઇન્ડિયન ઓઇલ
અનુસાર ઇંધણની
વધતી માગ
પાછળ ઘણાં
કારણો છે.
હાર્વેસ્ટિંગ સીઝનનાં
કારણે ડીઝલની
માગ વધે
છે. આ
ઉપરાંત ખાનગી
પેટ્રોલ પંપોએ
વધારે કિંમતના
કારણે ગ્રાહકોનું
પીએસયુ પંપ
તરફ વળવું
મહત્ત્વનું કારણ
છે. હકીકતમાં
આ ટ્રેન્ડ
માર્ચ મહિનાથી
જ શરૂ
થઈ ચૂક્યો
હતો. પેટ્રોલિયમ
મંત્રાલયના આંકડા
અનુસાર ફેબ્રુઆરીમાં
પેટ્રોલનો વપરાશ
3.37 મિલિયન હતો.
જે માર્ચ
2026મા વધીને
3.78 મિલિયન ટન
થયો હતો.
જે 12.16 ટકાની
વૃદ્ધિ બતાવે
છે.