• શુક્રવાર, 29 મે, 2026

ગોસાબારામાં અકસ્માતમાં બે યુવાનને ઈજા

પોરબંદર, તા.ર8: ગોસાબારાના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતમાં ઘેડ બગસરાના બે યુવાનો ઘાયલ થયા હતા.

ઘેડ બગસરા ગામે રહેતા ગીગાભાઈ સામતભાઈ બગિયાએ તેમના મોટા બાપાના દીકરા ગોવિંદ મેરામણ બગિયા (ઉં.3પ) અને કુટુંબી મામાના દીકરા પીયુષ ભીખુભાઈ ઘરસંડા (ઉં.40) ને અકસ્માતમાં ઈજા થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગોવિંદ અને પીયુષ બાઈક લઈને સોમનાથ દ્વારકા હાઈવે પર ગોસાબારા બસ સ્ટેશનથી આગળ પહોંચ્યા ત્યારે સ્વીફ્ટ કારના ચાલકે બેફિકરાઈથી કાર ચલાવીને બાઈકને ઠોકર મારી દેતા ગોવિંદ અને પીયૂષને ઈજાઓ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ ઘવાયેલા બન્ને યુવાનોને ઈમરજન્સી સેવા 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે પીયુષને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે અને ત્યાં બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા કાર ચાલક સામે અકસ્માત સર્જી નાશી છૂટયાનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક