• ગુરુવાર, 28 મે, 2026

કર્ણાટકમાં શનિવારે નવા મુખ્યમંત્રીની તાજપોશી !

નવી દિલ્હી, તા.27: છેલ્લા ઘણાં સમયથી સત્તાની ખેંચતાણમાં સપડાયેલા કર્ણાટકનાં રાજકારણમાં હવે મોટો બદલાવ થવા જઈ રહ્યાંનો સંકેત મળી રહ્યો છે. રાજ્ય સરકારમાં હવે નેતૃત્વ પરિવર્તનનો ચણભણાટ ચરમસીમાએ પહોંચી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર વચ્ચે ચાલતી હુંસાતુંસીમાં જાણવા મળી રહ્યું છે કે, આગામી 30મી મેનાં રોજ કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી શપથ લે તેવી શક્યતા છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું કામકાજ સંભાળતી વખતે જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી શિવકુમાર વચ્ચે અહમનાં ટકરાવની ચર્ચાએ રાજકીય આલમમાં જોર પકડયું હતું. હવે સત્તાનો આ સંઘર્ષ એક નવા અને નિર્ણાયક વળાંકે આવી ગયાનું દેખાવા લાગ્યું છે. જેમાં કહેવાય છે કે, આગામી શનિવારે જ કર્ણાટકમાં નવા મુખ્યમંત્રીની તાજપોશી થશે. જો કે આ રસાકસીમાં સત્તાનું સિંહાસન કોના હિસ્સે આવશે તે જોવું રસપ્રદ બનવાનું છે. સૂત્રોનાં કહેવા અનુસાર આ પદ ઉપર હવે શિવકુમારનું નામ નિશ્ચિત દેખાવા લાગ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક