• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

રાજ્ય બાર કાઉન્સિલમાં 30% બેઠકો મહિલા અનામત : SC

નવી દિલ્હી, તા.9 : દેશના તમામ રાજ્યોની બાર કાઉન્સિલમાં મહિલા વકીલો માટે 30 ટકા બેઠકો અનામત રાખવાનો સુપ્રીમે આદેશ આપ્યો છે. ચીફ જાસ્ટિસ સૂર્ય કાંત તથા જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ અંગેનો આદેશ આપતાં જણાવ્યું હતું કે, જે રાજ્યોની બાર કાઉન્સિલમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ નથી કરાઈ તેવા તમામ રાજ્યોની બાર કાઉન્સિલમાં મહિલા વકીલો માટે 30 ટકા બેઠકો અનામત રાખવામાં આવે. બેન્ચે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ માટે જે રાજ્યોની બાર કાઉન્સિલમાં ચૂંટણી યોજવાની બાકી છે, તેવા રાજ્યોમાં 20 ટકા બેઠકો મહિલા ઉમેદવારોથી ભરવાની રહેશે, અને જ્યાં ઉમેદવારોની સંખ્યા પૂરતી ના હોય તેવા સંજોગોમાં બાકીની 10 ટકા બેઠકો કો-ઓપ્શન એટલે કે સહયોગથી ભરવાની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025