• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

મહાકુંભમાં છ દિવસમાં 7 કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી મહાકુંભના પહેલા બે જ દિવસમાં 5.20 કરોડ લોકોનું સ્નાન નોંધાયું

નવી દિલ્હી, તા. 17 : ગંગા,યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમે શ્રદ્ધા અને આસ્થાથી ઓતપ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ અને તમામ લોકો સ્નાનનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. ગત 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી વચ્ચે માત્ર 6 દિવસની અંદર 7 કરોડથી પણ વધારે લોકોએ ત્રિવેણી સંગમે આસ્થાની ડૂબકી લગાડી છે. ગુરુવારે પણ 30 લાખથી વધારે લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.

યુપીની યોગી સરકારનું અનુમાન છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધારે લોકો આવશે. મહાકુંભની શરૂઆતે જ  સાત કરોડ લોકોનું સ્નાન અનુમાન તરફ ઈશારો કરે છે. મહાકુંભમાં 11 જાન્યુઆરીના રોજ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું હતું.

12 જાન્યુઆરીએ 65 લાખ લોકોના સ્નાન કરવાનો રેકોર્ડ નોંધાયો હતો. જ્યારે બે દિવસ પહેલા જ એક કરોડથી વધારે લોકોએ પવિત્ર ડૂબકી મારી હતી. મહાકુંભના પહેલા દિવસે પોષ પુર્ણિમાના સ્નાન પર્વએ 1.70 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું અને સંક્રાંતિએ 3.50 કરોડ લોકોએ સંગમમાં શ્રદ્ધા સાથે ડૂબકી મારી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025