• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

ઇસ્કોનને રદ કરવી પડી જગન્નાથની રથયાત્રા

પુરીના પૂર્વ રાજાએ કાયદેસરની કાર્યવાહીની ધમકી આપતા હ્યુસ્ટનમાં આયોજિત રથયાત્રા રદ

નવી દિલ્હી, તા. 6 : પુરીના પૂર્વ રાજા દ્વારા કાનૂની કાર્યવાહીની ધમકી અપાયા બાદ ઈસ્કોનને હ્યુસ્ટનમાં પોતાની પ્રસ્તાવિત રથયાત્રા રદ કરવી પડી છે. ઈસ્કોન સૂત્રોના કહેવા પ્રમાણે નવમી નવેમ્બરના રોજ બોસ્ટનમાં થનારી રથયાત્રા રદ કરવામાં આવી છે, કારણ કે સંગઠન ભગવાન જગન્નાથના ઉડિયા ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડવા માગતું નથી. જો કે ઈસ્કોને કહ્યું છે કે તે સંકીર્તન યાત્રાનું આયોજન કરશે. આ પહેલાં પુરીના પૂર્વ રાજા ગજપતિ દિબ્યસિંઘા દેબે હ્યુસ્ટનમાં નવમી નવેમ્બરના રોજ થનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવેમ્બરમાં રથયાત્રા જગન્નાથ સંસ્કૃતિનું ઉલ્લંઘન છે. આ વખતે આવા લોકોને છોડવામાં આવશે નહી. ઉડિયા લોકો ધૈર્યવાન હોય છે. આવી બાબત બીજા ધર્મમાં બની હોત તો મોટી પ્રતિક્રિયાની સંભાવના હતી. આ તહેવારને રદ કરવા માટે ઇસ્કોનનો સંપર્ક કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક