પોતાની
પિસ્તોલ પણ લહેરાવી : જેલ પ્રશાસને દીપક શર્મા સામે તપાસ આદરી
નવી
દિલ્હી, તા. 9 : તિહાર જેલના જેલર દીપક શર્મા ફરી વિવાદમાં ફસાયા છે. ‘નાયક નહીં, ખલનાયક
હૈ તુ’ ગીત પર જેલરે એક પાર્ટીમાં ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ પોતાની પિસ્તોલ
પણ લહેરાવી હતી.
દિલ્હી
પોલીસે કહ્યું હતું કે, એ પિસ્તોલ લાયસન્સવાળી હશે તો પણ અમે તિહાર જેલ પ્રશાસનને શર્મા
સામે સખત પગલાં લેવા પત્ર લખીને કહેવા જઈ રહ્યા છીએ.
પાર્ટીમાં
મોજૂદ એક શખ્સે આખો વીડિયો બનાવી લીધો હતો. તિહાર જેલના જેલરનો ડાન્સ કરતો વીડિયો ભારે
વાયરલ થઈ ગયો હતો. એવા અહેવાલ મળી રહ્યા છે કે, તિહાર જેલ પ્રશાસને તપાસ શરૂ કરી દીધી
છે અને આ વખતે જેલર દીપક શર્મા?સાથે કડક પગલાં લેવાય તેવી શક્યતા પ્રબળ છે.