• શનિવાર, 04 મે, 2024

વડોદરામાં પ્રસાદ લેતી વખતે મહિલાના સોનાના ચેઇનની ચોરી

હનુમાન જયંતીએ ભંડારામાં પ્રસાદ વખતે ભીડ હોવાથી ગઠિયો કળા કરી ગયો

વડોદરા, તા.24: વડોદરા શહેરમાં હનુમાન જયંતીના દિવસે પતિ અને પુત્ર સાથે ભંડારામાં ગયેલી મહિલાને 40 હજારની સોનાની ચેઇન ગુમાવવાનો વારો આવ્યો હતો. ચેઇન ગુમાવનાર મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રિંગ રોડ પર શ્રીજી ટાઉનશિપમાં રહેતાં પ્રવીણાબેન જયંતીભાઈ રોહિત તેમના પતિ જયંતીભાઈ તેમજ પુત્ર સાથે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલાં ભીડભંજન હનુમાનજીનાં મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાર બાદ પ્રસાદી લેતી વખતે કોઈએ તેમના ગળામાંથી સોનાની ચેઇન પેન્ડલ મળી દોઢ તોલા વજનનો કિંમત રૂપિયા 40,000નો કાઢી લીધો હતો. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક