• શનિવાર, 04 મે, 2024

જામનગરમાં બુટલેગરને પકડવા ગયેલા એએસઆઈ-જમાદાર પર ત્રણ શખસનો હુમલો

જામનગર, તા.ર4 : જામનગરમાં હનુમાન ગેઈટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ સરમણભાઈ રામભાઈ ચાવડા અને જમાદાર જગદીશભાઈ સોચા નવાગામ ધેડમાં રહેતા બુટલેગર સુનીલ ઉર્ફે ધમો વિપુલ ધવળને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અટકાયતી પગલા ભરવાની કાર્યવાહી માટેથી પકડવા ગયા હતા. દરમિયાન બુટલેગર સુનીલ ઉર્ફે ધમો ઘેર હોય પોલીસને સાથે આવવાનો ઈન્કાર કર્યો હતો અને ઝઘડો કયો હતો. બાદમાં સુનીલનો ભાઈ આકાશ અને તેની ભાભી ધસી આવ્યા હતા અને ત્રણેયે બન્ને પોલીસ કર્મચારીઓ પર પથ્થરથી હુમલો કર્યે હતો અને એક પોલીસ કર્મચારીએ તેના મોબાઈલથી વીડીયો શુટીગ ઉતારવાનું શરૂ કરતા મોબાઈલ પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને પૈસા માગવા આવ્યાનો અને ઝેરી દવા પી લેવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા ફોજદાર ડી.જી.રાજ તથા સ્ટાફ દોડી ગયા હતા અને સુનીલ નીચે પટકાયો હોઇ ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે પોલીસે એએસઆઈ સરમણભાઈ ચાવડાની ફરિયાદ પરથી સુનીલ તથા તેના ભાઈ આકાશ અને ભાભી વિરુધ્ધ ફરજમાં રુકાવટ કર્યાનો ગુનો નોંધ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક