ફરી કુદરતનો કહેર ઃ તોફાની હિમવર્ષા અને મૂશળધાર વરસાદથી તબાહી
કાઠમાંડુ, તા.27
ઃ બંગાળની
ખાડીમાં સર્જાયેલા
હવામાનનાં કારણે
નેપાળમાં તબાહી
મચતી જોવા
મળી રહી
છે. એકબાજુ
પહાડ અને
બીજીબાજુ મેદાની
વિસ્તારોમાં મૂશળધાર
વરસાદે પૂર
અને ભૂસ્ખલન
વચ્ચે જનજીવન
ખોરવી નાખ્યું
છે. નેપાળ
અને તિબેટની
સીમાએ આવેલા
હિમાલય વિસ્તારમાં
ભારેખમ હિમસ્ખલનમાં
10 પર્વતારોહક લાપતા
બનતા ભારે
ચિંતા પેદા
થઈ છે. પશ્ચિમી
નેપાળનાં મનાંગ
જિલ્લામાં તિબેટની
સીમાએ સ્થિત
7126 મીટર ઊંચા
હિમલુંગ હિમાલનાં
બેઝ કેમ્પ
ઉપર આજે
ભીષણ હિમસ્ખલનની
હોનારતમાં કમસેકમ
10 લોકો લાપતા
થઈ ગયા
હતા. પર્વતારોહણના
આયોજક મિંગમા
ગ્યાલ્જે શેરપાના
જણાવ્યા અનુસાર
લાપતા લોકોમાં
બે રસોઈકર્મી
પણ સામેલ
હતા.
પહાડી વિસ્તારોમાં
છેલ્લા ઘણા
દિવસોથી ભારે
હિમવર્ષનાં કારણે
પર્વતારોહકોનાં અભિયાનોને
વચ્ચેથી અટકાવીને
નીચે ઉતરવાની
ફરજ પડી
હતી. હવામાન
વિભાગની ચેતવણીઓ
પછી મોટાભાગની
ટીમો રોપ-વે
સમારકામ કરતા
દળોને પહાડો
ઉપરથી સુરક્ષિત
કાઢી લેવામાં
આવ્યા હતા
પણ કેટલાક
લોકો બેઝ
કેમ્પમાં જ
રોકાઈ રહ્યા
હતાં. આ
દુર્ગમ વિસ્તાર
છે અને
ત્યાં હેલિકોપ્ટર
ઉડાડવા માટે
પણ મંજૂરી
મેળવવી પડતી
હોય છે.
આના હિસાબે
બચાવ દળોને
પણ લાપતા
લોકોની શોધખોળમાં
મુશ્કેલીઓનો સામનો
કરવો પડી
રહ્યો છે.