વિદરકા
ગામ પાસે ડીસન્ટ હોટેલના ગ્રાઉન્ડમાં પોલીસે રેડ કરતાં ટ્રક ચાલક ફરાર
મોરબી,તા.27
: માળિયા (મી.) પોલીસે મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર વિદરકા ગામના પાટિયા નજીક આવેલા ડીસન્ટ
હોટેલના ગ્રાઉન્ડમાંથી દારૂ ભરેલ ટ્રક ટ્રેઇલર ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસ
પેટ્રાલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરતા ટ્રક ચાલક વાહન
મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં સફેદ માટીના જથ્થા
વચ્ચે છુપાવી રાખેલો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં અલગ અલગ બ્રાન્ડની
કુલ 468 દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 3,70,416 હોવાનું સામે આવ્યું
છે. ઉપરાંત ટ્રકમાંથી 232 નંગ ચપલાનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 50,880
ગણવામાં આવી છે. પોલીસે દારૂ, ચપલાં અને ટ્રક ટ્રેઇલર સહિત કુલ રૂ. 34,21,296 નો મુદામાલ
કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ માળિયા પોલીસ મથકે ફરાર ટ્રક ચાલક સામે પ્રોહિબિશન
એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ
ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.