નવી
દિલ્હી, તા. 14 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એક વખત અદાલતમાં હારનો સામનો
કરવો પડયો છે. ગુરુવારે અમેરિકી વ્યાપાર અદાલતે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલા
10 ટકા ટેરિફને અવૈધ ગણાવતા તેને રદ કરી દીધો હતો. અદાલતે ટિપ્પણી કરી હતી કે 1970ના
દશકના વ્યાપાર કાયદાનો હવાલો આપીને લાદવામાં આવેલો ટેરિફ તર્કસંગત નથી. આ રીતે અપીલ
અદાલતમાં પણ ટ્રમ્પને હાર મળી છે.
ટ્રમ્પ
પ્રશાસને 24 ફેબ્રુઆરીના રોજ દુનિયાભરથી આવતા સામાન ઉપર 10 ટકા ટેરિફ લાગુ કર્યો હતો.
જેની સામે 24 રાજ્ય અને ઘણા નાના વેપારીઓએ કેસ દાખલ કર્યો હતો. રાજ્યોનો તર્ક હતો કે
ટ્રમ્પે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બચવા માટે લીધો છે જેમાં 2025માં લાદવામાં
આવેલા ભારે ટેરિફને રદ કરવામાં આવ્યો હતો.