• ગુરુવાર, 14 મે, 2026

એર ઈન્ડિયાએ દર અઠવાડિયે 100થી વધુ ફલાઈટ રદ કરી

નવી દિલ્હી, તા. 13 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે હવાઈ ક્ષેત્ર ઉપર પ્રતિબંધો અને જેટ ઈંધણ (એટીએફ)ની કિંમત આકાશે આંબવાની સ્થિતિને આધાર બનાવીને ટાટા સમૂહની એર ઈન્ડિયાએ જૂનથી ઓગસ્ટ 2026 સુધી દર અઠવાડિયે 100થી વધારે આંતરરાષ્ટ્રીય ઉડાનમાં કાપની ઘોષણા કરી છે.

કંપનીએ કહ્યું હતું કે આ ફેરફારનો હેતુ નેટવર્કની સ્થિરતા વધારવાનો અને યાત્રીઓને અંતિમ ક્ષણની પરેશાનીઓથી બચાવવાનો છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને થોડા દિવસ પહેલા જ એક સંદેશમાં કહ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે ઘણી ફલાઈટને લાંબા રૂટથી જવું પડી રહ્યું છે. જેનાથી ઈંધણનો વપરાશ વધ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક