• ગુરુવાર, 14 મે, 2026

ગઢડામાં બોટાદ રોડ પર ખાનગી બસ પલટી : 10થી વધુને ઇજા

ગઢડા, તા.13: ગઢડા (સ્વામીના)માં બોટાદ રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ નજીક વહેલી સવારે એક ખાનગી લકઝરી બસ અકસ્માતે પલટી મારી ગઇ હતી. અકસ્માતના પગલે 10થી વધારે મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં સરકારી દવાખાને ખસેડાયા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર સુરતથી બાબતા તરફ જઇ રહેલી અને ગઢડા દેવ દર્શન કરીને બાબરા જવા માટે રવાના થયેલી ગોપીનાથ દર્શન ટ્રાવેલ્સ નામની લકઝરી બસના ડ્રાઇવરે કોઇ કારણોસર સંતુલન ગુમાવતા બસ પલટી ખાઇ જતા ખાળિયામાં ખાબકી હતી. જેના કારણે બસમાં બેસેલા મુસાફરોમાં ગોકીરો મચી ગયો હતો. અકસ્માતમાં 10થી વધારે મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. સદનસીબે તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા હાશકારો અનુભવાયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો તેમજ પોલીસ પહોંચી જતા બચાવ કાર્ય હાથ ધરાયું હતું. આ અકસ્માત બાબતે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

ઇ-પેપરના નવા શુલ્ક