• ગુરુવાર, 14 મે, 2026

ધોનીનું પુનરાગમન : લખનઉ સામે મેદાનમાં ઉતરશે ?

નવી દિલ્હી, તા.13: ચેન્નાઇ સુપર કિંગ્સના ચાહકો માટે સારી ખબર સામે આવી છે. આઇપીએલ-2026 સીઝનના લીગ રાઉન્ડના મેચ હવે સમાપ્તિ ભણી આગળ વધી રહ્યા છે. આ તબક્કે સીએસકે ટીમ સાથે પૂર્વ કપ્તાન એમએસ ધોની જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર 1પ મેચના લખનઉ સુપર જાયન્ટસ સામેના મેચમાં સીએસકે તરફથી ધોની રમતો જોવા મળશે.  આ મેચ લખનઉના ઇકાના સ્ટેડિયમ પર રમવાનો છે.સીએસકે ટીમ વર્તમાન સીઝનમાં ધોની વિના રમી રહી છે. એડીની ઇજાને લીધે તે અનફિટ છે. સીએસકે ટીમના અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી છે કે ધોની ટીમ સાથે લખનઉની યાત્રા કરવાનો છે. તેની સીટ બૂક કરવામાં આવી છે. જો કે એલએસજી સામેના મેચમાં રમવું કે નહીં તેનો અંતિમ ફેંસલો ખુદ ધોની લેશે.

સીએસકેની શરૂઆત નબળી રહી હતી અને બે હાર મળી હતી. આ પછી પાછલા 8 મેચમાં 6 વિજય મેળવી પ્લેઓફ રેસમાં બની રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક