• મંગળવાર, 21 એપ્રિલ, 2026

મોટા આંકડિયા અને કાઠમા ગામે એકલાયા જીવનથી કંટાળી યુવાન અને પ્રૌઢે ઝેર પીધું

નેસડી ગામે વીજ શોક લાગતા ઈજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ

અમરેલી, તા.20 : જિલ્લામાં અલગ અલગ ત્રણ બનાવમાં એક યુવક સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે 35 વર્ષીય મધુભાઇ દેવશીભાઇ માધડના લગ્ન થયા ન હોવાથી એકલવાયુ જીવનથી કંટાળીને તા.16ના જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

બીજા બનાવમાં અમરેલી તાલુકાના કાઠમાં ગામે 58 વર્ષીય બહાદુરભાઇ રામકુભાઇ વાળાના લગ્ન થયા ન હોવાથી એકલવાયા જીવનથી કંટાળીને તા.11ના ઘઉમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

ત્રીજા બનાવમાં સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે 65 વર્ષીય બટુકભાઈ કેશુભાઈ કાલાવડીયા તા.18ના નેસડી-કરજાળા રોડ પર વીજ પોલ પર લાઈટ રીપેરીંગ કરવા જતા અકસ્માતે વીજ શોક લાગતા તેમને ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક