(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.20: અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ
હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી.
બન્ને આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ પાસે
આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા
બાદ કોર્ટે આરોપની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને બે દિવસના રિમાન્ડ
મંજૂર કર્યા છે.
અમદાવાદના
ધંધુકામાં બાઈક ઓવરટેક જેવી નજીવી બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
સમીર નામના આરોપીએ ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને તેના પર ઉપરાછપરી છરીના
ઘા ઝીંક્યા હતા. જેના કારણે ધર્મેશ ગમારાનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ હિંસા ફાટી
નીકળી હતી. હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે
125 જેટલા લોકો સામે પોલીસે રાયાટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી પણ કરવામાં આવી
હતી. આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી
છે.