1.67 મિલિયન ટન ક્રૂડ, 0.32 મિલિયન ટન એલપીજી સહિતની ઊર્જા આપૂર્તિ થંભી
નવી
દિલ્હી, તા. 19 : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ થંભવાનું નામ લઈ રહ્યું નથી અને આ ચિંતાએ
હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણને ચરમસીમાએ પહોંચાડી દીધી છે. દુનિયાના તમામ દેશોમાં તેલ સંકટ
ઘેરુ બની રહ્યું છે અને ક્રૂડની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ભારતની વાત કરવામાં આવે
તો સરકારના પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયે જાણકારી આપી હતી કે 11 ભારતીય જહાજ
હજી પણ મહત્વપુર્ણ સમુદ્રી રૂટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે.
મંત્રાલયના
વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ એક પ્રેસ બ્રીફિંગમાં આ જાણકારી શેર કરી હતી. તેમણે
કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમમાં અંદાજીત 2.2 મિલિયન ટન તેલ-ગેસનો ભંડાર
ફસાયેલો છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણ રુટમાં ભારતીય ધ્વજ ધરાવતા 11 જહાજ થંભી ગયા
છે. જેમાં મોટો એનર્જી ભંડાર છે. આ જહાજોમાં
1.67 મિલિયન ટન તેલ, 0.32 મિલિયન ટન એલપીજી અને 0.2 મિલિયન ટન એલએનજી સામેલ છે.
એક
રિપોર્ટ અનુસાર સપ્તાહની શરૂઆતમાં મંત્રાલયે હોર્મુઝમાં ફસાયેલા ભારતીય જહાજોની જાણકારી
આપતા કહ્યું હતું કે, 22 જહાજ એલપીજી, એલએનજી અને ક્રૂડ ઓઈલ સહિત અન્ય ઊર્જા આપૂર્તિ
લાવી રહ્યા છે. જેમાં 6 એલપીજી ટેંકર, 4 ઓઈલ ટેંકર, 1 એલએનજી ટેંકર, 1 રસાયણ ટેંકર,
ત્રણ કંટેનર જહાજ, બે બલ્ક કેરિયર અને એક ડ્રેઝર સામેલ છે.