• શુક્રવાર, 20 માર્ચ, 2026

સુરતમાં માતાએ જ પોતાની બે વર્ષની બાળકીને માર મારતા મૃત્યુ

            બાળકી સતત તોફાન કરતા માતાએ ઉશ્કેરાઈને વેલણ અને સાવરણીથી માર માર્યો’તો

સુરત, તા.19 : સુરતના વરાછામાં વર્ષા સોસાયટી વિભાગ-1માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલાની 2 વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. જેથી ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ બાળકીને વેલણ અને સાવરણી વડે ફટકારતા બાળકી બેભાન થઈ ગઈ હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. ગભરાયેલી માતા તાત્કાલિક બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે, માતા છેલ્લા એક અઠવાડિયાથી તેને પટ્ટા અને લાકડીથી ફટકારતી હતી. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થવાથી તેનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક