• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ગોંડલ પોલીસે બાઈક ચોર ઝડપાયો ત્રણ બાઈક ચોરીની કબૂલાત

ગોંડલ, તા.27: ગોંડલ એ ડિવીઝન પોલીસે ભગવતપરા વિસ્તારમાંથી ગુંદાળાના શખસને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેના સાગરીત સાથે અન્ય બે બાઈક ચોરીની કબૂલાત આપી હતી. સાગરીત હાલ ગોંડલની સબજેલમાં હોવાથી કબજો લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ એ ડિવીઝનના હેડ કોન્સ. યુવરાજસિંહ ગોહીલ, ભાવેશભાઈ સાસીયા, હરેશભાઈ લુણી સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભગવતપરા વિસ્તારમાંથી ગુંદાળા રહેતા બ્રિજેશ ઉર્ફે કાના મહેશભાઈ મકવાણાને ચોરાઉ એક્ટીવા સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેણે તેના સાગરીત ભગવતપરામાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ કનુભાઈ પારઘી સાથે ગત તા.16-6-24ના કૈલાશ કોમ્પલેક્ષમાંથી એક્ટીવાની ચોરી કરી હતી. ઉપરાંત 14 મહિના પહેલા રાજકોટના આંબેડકરનગર પાછળ આવેલા ગોકુલધામ સોસાયટી મેઈન રોડ પરથી હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી હતી તથા ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા યોગી હોન્ડા શોરૂમ સામેથી એક્ટીવાની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક