• શનિવાર, 04 મે, 2024

સ્થાનિક સ્તરે સત્તામાં ભાગીદાર બનવું હોય તો ભાજપને મત આપો

તળાજામાં ભાજપે લઘુમતી મતો મેળવવા પ્રચારની પેટર્ન બદલી

તળાજા, તા. 24 : લોકસભાની ચૂંટણી જીતવા ભાજપ દ્વારા પ્રચાર અર્થે વિવિધ સેલ મોરચાને પણ કામે લગાવી દીધા છે. તેમાંય લઘુમતી મતો કોંગ્રેસ તરફી જ મતદાન કરે તે માન્યતા પણ હવે રહી નથી.

વળી, આગામી સમયમાં ગ્રામ પંચાયત, નગર પાલિકાથી લઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી હોય સાથે રાજ્યમાં નવું સંગઠન માળખું રચાવાનું હોય ભાજપ દ્વારા પાંચ લાખની લીડ અંકે કરવા માટે ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે લઘુમતી મતો તરફ પણ ફોકસ વધાર્યું છે. એવું પણ કહી શકાય કે ક્ષત્રિય ના મતનો ખાડો પૂરવા માટે લઘુમતી મોરચાને દોડતો કર્યો છે.

તેને લઈ પ્રચારની પેટર્ન પણ બદલી છે. તળાજા સહિત જિલ્લાના લગભગ દરેક તાલુકા મથકો પર ભાજપ લઘુમતી મોરચા દ્વારા નાસ્તા, પાણી સાથે માટિંગોનો દૌર અને જરૂર જણાય ત્યાં ઘરે ઘરે મહોલ્લામાં પ્રચાર શરૂ કર્યો છે. તેમાં હવે કહેવામાં આવે છે કે સ્થાનિક લેવલે સત્તા જોઈતી હોય તો ભાજપને મત આપવો.  આ પ્રકારના પ્રચારથી એક તીર બે નિશાન છે. લોકસભાની ચૂંટણીમાં લઘુમતી મતો વધશે. બીજું ખાસ પાલિકા ચૂંટણીઓમાં લઘુમતી વિસ્તારમાંથી કોંગ્રેસ ચૂંટાતી હતી ત્યાં ભાજપના ઉમેદવાર જીતે તો જેથી જ્યાં ચૂંટણીઓ થવાની છે તેવી નગર પાલિકાઓમાં કોંગ્રેસ ઘરમૂળથી સાફ થઈ જાય.

ઇ-પેપરના નવા શુલ્ક