• શનિવાર, 18 મે, 2024

સુરતમાં વધુ એક વખત ડ્રગ્સ પકડાયું 20 લાખના એમડી સાથે બેની ધરપકડ

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી જડતી  લેતા 197.42 ગ્રામ ડ્રગ્સ મળ્યું

સુરત, તા.3 : સુરતમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં રૂ.1 કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ વધુ એક વખત રૂ.20 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું છે. આ સાથે પોલીસે બે ઈસમની ધરપકડ કરી છે.

ઉધના દરવાજાના આવકાર ટેલરની પાછળ તૈયાર પાનની ગલીમાં મોહમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ પોલીસને જોઈ ભાગી રહ્યો હતો. જેથી પોલીસે પીછો કરી તેને ઝડપી પાડયો હતો. પોલીસે તેની જડતી લેતા તેના ટ્રેક પેન્ટના ખીસામાંથી રૂ.19,74,200ની કિંમતનું 197.42 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ થેલીમાંથી મળ્યું હતું તેમજ તેની પાસેથી રૂ.70 હજારની કિંમતનો ફોલ્ડ મોબાઈલ ફોન અને રોકડા રૂ.1200 મળી કુલ રૂ.20,45,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછપરછ કરતા તેને ડ્રગ્સનો જથ્થો ડિલિવરી કરવા માટે સૈયદપુરા ઘંટીવાલાની ચાલમાં રહેતો રેહાન જાવીદ શેખે આપ્યો હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચ પોલીસે ગુનો નોંધી રેહાન જાવીદને વોન્ટેડ જાહેર

કર્યો હતો.

જ્યારે લાલગેટ તાતવાડા ફેશન સ્ટ્રીટમાં ઘરેથી જ મેફેડ્રોનનું વેચાણ કરતા 30 વર્ષીય જલાલુદીન ઈસ્માઈલ શેખના ઘરે રેડ કરતા પોલીસે રૂ.1.19 લાખની કિંમતનું 11.94 ગ્રામ મેફ્રડ્રોન જથ્થો, ખિસ્સામાં રહી શકે તેવો વજન કાંટો, 271 જેટલી ખાલી પુશબેગ, રોકડા રૂ.13950 મળી કુલ રૂ.1,45,550નો મુદામાલ મળી આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક