• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ગુજરાતી યુવકનું મૃત્યુ

એજન્ટ દ્વારા ધંધાર્થે રશિયા પહોંચ્યો હતો હેમિલ માંગુકિયા: રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો

સુરત, તા.25: રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મૃત્યુ નીપજ્યું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો. બાબા બ્લોગ થકી જાહેરાત આવી હતી. બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો. ચેન્નાઈથી રશિયા મોસ્કો લઈ જવામાં આવ્યો હતો. રશિયા યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં હેમિલનું મૃત્યુ નીપજ્યું છે. 

સુરતના વેલેંજા શિવ બંગલોમાં રહેતા અશ્વિનભાઈ માંગુકિયા મૂળ સૌરષ્ટ્રના વતની છે. તેઓ સુરતમાં લેસ પટ્ટીનું કામકાજ કરે છે. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમનો 23 વર્ષીય પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા માગતો હતો. નોકરી પર લાગવા માટે યુટયુબ પર સતત સર્ચ મારતો રહેતો હતો. યુટયુબ વીડિયો મારફતે બાબા નામની વેબસાઇટ પર ગયો હતો. વેબસાઇટ તકી નોકરી માટે સંપર્ક કર્યો હતો ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર આપવામાં આવી હતી. 2023માં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગી ગયો હતો. અશ્વિન નોકરીએ લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વીડિયો કોલ પર વાત કરતો રહેતો હતો. અશ્વિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે. અશ્વિનને સહાયક તરીકે નોકરીએ રાખ્યા બાદ રશિયા આર્મીએ અશ્વિનને લાખો રૂપિયા પગાર આપવાની લાલચ અપાઈ હતી. તેને હથિયાર ચલાવવાની તાલીમ આપી આર્મીમાં ભરતી કરી લેવાયો હતો. અશ્વિનને રશિયાઈ યુકેન યુદ્ધમાં હથિયાર આપી યુદ્ધ લડવા માટે ઉતારી દીધો હતો. જ્યાં અશ્વિનનું ડ્રોન હુમલામાં મૃત્યુ નીપજ્યું છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક