(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.26ઃ
અમદાવાદમાં વૈભવી
જીવન જીવવા
અને મોંઘા
શોખ પૂરા
કરવા માટે
એક પરિણીત
મહિલા ડ્રગ્સ
પેડલર બની
હોવાની હકીકત
સામે આવી
છે. પતિથી
અલગ થયા
બાદ મોજ
શોખ પૂરા
કરવા માટે
મહિલાએ ડ્રગ્સનો
કાળો કારોબાર
શરૂ કર્યો
હતો. આ
અંગે વસ્ત્રાલ
પોલીસે બાતમીને
આધારે મહિલાની
ધરપકડ કરી
તેની પાસેથી
2.53 લાખની કિંમતનો
એમડી ડ્રગ્સનો
જથ્થો કબજે
કરી વધુ
તપાસ શરૂ
કરી છે.
સાથે જ
મહિલા ડ્રગ્સ
સપ્લાયર સાથે
જોડાયેલા અન્ય
લોકોની પણ
તપાસ આદરી
છે. પ્રાપ્ત
માહિતી મુજબ
વસ્ત્રાલ વિસ્તારની
જલસાગર સોસાયટીમાં
રહેતી મહિલા
છેલ્લા ઘણા
વર્ષોથી એમડી
ડ્રગ્સનું વેચાણ
કરતી હોવાનું
પોલીસને ધ્યાનમાં
આવ્યું હતું. સોનલ જીતેન્દ્ર
પટેલ નામની
મહિલાની વસ્ત્રાલ
પોલીસે પોલીસે
ધરપકડ કરી
છે. હાઈ
પ્રોફાઈલ લાઇફ
સ્ટાઇલ અને
મોંઘા શોખ
પૂરા કરવા
માટે સોનલ
ડ્રગ્સ પેડલર
બની હોવાનું
જણાયું છે.
પોલીસે તેના
ઘરે દરોડો
પાડીને 84.610 મિલીગ્રામ
બિસ્કિટ ફોર્મેટમાં
ડોલર કન્ટેન્ટનું
એમ.ડી.
ડ્રગ્સ કબજે
કર્યું છે.
આરોપી સોનલ
પટેલ અગાઉ
રંગતાળી નામના
ગરબા ક્લાસ
ચલાવતી હતી.
આ દરમિયાન
તે પંકજ
નામના વ્યક્તિના
સંપર્કમાં આવી
હતી. પંકેજે
તેને રાયપુર
દરવાજા વિસ્તારમાં
રહેતા મોહમ્મદ
નામના ડ્રગ્સ
સપ્લાયરનો પરિચય
કરાવ્યો હતો.
આ મોહમ્મદ
પાસેથી સોનલ
જીતેન્દ્ર પટેલ
દર પાંચ
દિવસે ડ્રગ્સ
લાવતી હતી
અને વેચાણ
કરતી હતી.
સોનલ પટેલ
35થી 40 હજાર
રૂપિયામાં ડ્રગ્સ
લાવતી અને
તેને 1.25 લાખ
સુધીની ઊંચી
કિંમતે વેચીને
મસમોટી કમાણી
કરતી હતી.
------------
ડ્રગ્સ પરિચિતોને
જ ક્યુઆર
કોડથી પેમેન્ટ
આપવામાં આવતું
સોનલના લગ્નને
17 વર્ષ થયા
છે અને
તેને સંતાનમાં
દીકરો તથા
દીકરી છે.
પતિ સાથે
અણબનાવ બાદ
સોનલ વસ્ત્રાલમાં
દીકરી સાથે
અલગ રહેતી
હતી જ્યારે
પતિ અને
પુત્ર વસ્ત્રાલમાં
અન્ય સોસાયટીમાં
રહે છે.
ડ્રગ્સ પરિચિતોને
જ ક્યાર
કોડથી પેમેન્ટ
દ્વારા જ
આપવામાં આવતું
હતું. સૂત્રો
પાસેથી મળેલી
માહિતી મુજબ
સોનલ પટેલ
પાટીદાર અનામત
આંદોલનના જાણીતા
ચહેરા અને
કોંગ્રેસના નેતા
ગીતા પટેલના
બહેન હોવાનું
ચર્ચાઈ રહ્યું
છે.