જૂનાગઢ,
તા.21: જૂનાગઢ જિલ્લામાં સિંહણના હુમલામાં એક ખેડૂતનું મોત થતાં ગ્રામ્ય વિસ્તારમાં
ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. વિસાવદર તાલુકાના રબારીકા ગામે 20 નવેમ્બરની રાત્રે
ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો
કે ખેડૂતનું (જુઓ પાનું 10)
ઘટનાસ્થળે
જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી
માહિતી મુજબ, રબારીકા ગામના 55 વર્ષીય ખેડૂત વેલજીભાઈ નાગજીભાઈ દાફડા રાત્રિના સમયે
પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક આવી ચઢેલી સિંહણે તેમના પર હુમલો
કરતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
ઘટનાની
જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. સિંહણને પકડવા માટે વન
વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં પાંજરાં ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે
જ વન વિભાગની ટીમ દ્વારા વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય
છે કે વિસાવદરનો રબારીકા વિસ્તાર ગિરના જંગલની નજીક આવેલો હોવાથી અહીં ખેતરો અને રહેણાંક
વિસ્તારોમાં સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે. અગાઉ પણ વન્યજીવોના હુમલાના
બનાવો સામે આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ખેતરમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતોની સુરક્ષાનો
પ્રશ્ન ઊભો કર્યો છે. ગ્રામજનો દ્વારા વન વિભાગ પાસે સાવચેતી અને સુરક્ષાનાં પગલાં
વધારવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.