• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં 187 જુગારીને 5 બસ ભરી કોર્ટમાં લઈ જવાયા !

કોર્ટમાં હાજરી ભરવામાં બે કલાકનો સમય વિતી ગયો, 168 જામીન પર મુક્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.4 અમદાવાદના દરિયાપુર સ્થિત નામચીન મનપસંદ જીમખાનામાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ કેસમાં 187 જુગારીઓની અટક કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા રવિવારે પકડવામાં આવેલા 187 આરોપીને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાંથી 168 આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે જ્યારે ગાવિંદ ઉર્ફે ગામા કાળિદાસ પટેલ સહિત 9 આરોપીના 8 ઓગસ્ટ સુધીના એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.   મનપસંદ જીમખાનમાંથી એસએમસીએ પકડેલા આરોપીઓને આજે બપોરે દોઢ વાગ્યે કુલ 5 મોટી બસોમાં મેટ્રોપોલિટન કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓ, વકીલો અને સંબંધીઓની મોટી સંખ્યાના કારણે કોર્ટ સંકુલમાં ભીડનો માહોલ સર્જાયો હતો. આરોપીઓની હાજરી પૂરવામાં કોર્ટનો આશરે બે કલાક જેટલો સમય વિતી ગયો હતો. તમામ આરોપીઓને તબક્કાવાર 13 નંબરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 168 આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે હાઇપ્રોફાઇલ નેટવર્ક અને મની ટ્રેલની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે 9 મુખ્ય આરોપીના રિમાન્ડની માગણી કરી હતી જે બાદ તેમના 4 રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા

ઇ-પેપરના નવા શુલ્ક