દ્વારકામાં માત્ર 6 ટકા અને પોરબંદરમાં 17 ટકા વરસાદઃ કચ્છમાં 29 ટકા
રાજકોટ, તા.4 (ફૂલછાબ
ન્યૂઝ) ઃ વરસાદ માટે મહત્વના ગણાતા જૂન અને જુલાઇ વિતી ગયા છે. આશરે દોઢ મહિનાના ગાળામાં સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં
ફક્ત 54 ટકા વરસાદ થઇ શક્યો છે. જૂનના મધ્યમાં ચોમાસુ શરૂ થયા પછી એક મહિનો કોરો નીવડતા ચિંતા પ્રસરી હતી. જોકે જુલાઇ મધ્યે ધીરે ધીરે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થતાં હવે ખેતી ક્ષેત્રની સાથે લોકોને પણ રાહત પહોંચી છે. છેક ઓગસ્ટના આરંભ સુધી વરસેલા વરસાદથી હવે ખેતીની સાથે પાણીની સ્થિતિ પણ સુધરી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ 81 ટકા જેટલો સુરેન્દ્રનગર જિલ્લામાં થઇ ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકામાં 6 ટકા જેટલો જ થયો છે.
મોરબી જિલ્લામાં કુલ સરેરાશ 18 ઇંચ વરસાદ થઇ ગયો છે. સૌથી વધારે વરસાદ હળવદમાં 18 ઇંચ સુધી થઇ ગયો છે. જે સરેરાશના 89 ટકા છે. છેલ્લાં વરસાદમાં જ વધારે પાણી પડÎું છે. ટંકારમાં વરસાદ પ્રમાણમાં ઓછો છે.
અમરેલી જિલ્લામાં સરેરાશ 20 ઇંચ વરસાદ થઇ ગયો છે. રાજુલામાં 94 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે લીલિયા- સાવરકુંડલામાં 80 ટકા વરસાદ પડી ગયો છે. રાજુલામાં 28 ઇંચ વરસાદ થઇ ગયો છે.
પોરબંદર શહેરમાં ફક્ત ત્રણ ઇંચ વરસાદ થઇ ગયો છે. સૌથી વધારે 30 ટકા વરસાદ કુતિયાણામાં 10 ઇંચ થયો છે. જોકે જિલ્લાની સરેરાશ ફક્ત 17 ટકા છે.
કચ્છ જિલ્લામાં સરેરાશ 29 ટકા વરસાદ પડÎો છે. જ્યાં સૌથી વધારે રાપરમાં 66 ટકા અને સૌથી ઓછો અબડાસામાં 10 ટકા વરસાદ થયો છે.
ભાવનગર પંથકમાં વરસાદની સ્થિતિ ઘણી સારી છે. દસ તાલુકામાં સરેરાશ 17 ઇંચ પડÎો છે. જેમાં સૌથી વધારે ગારીયાધારમાં 90 ટકા વરસાદ થઇ ગયો છે. મહુવામાં 82 ટકા અને શિહોરમાં 80 ટકા વરસાદ સરેરાશની તુલનામાં થયો છે.
વરસાદમાં મોખરે રહેતા જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ફક્ત 54 ટકા વરસાદ પડÎો છે. એમાં સૌથી વધારે માંગરોળમાં પ્રથમ વરસાદમાં પૂર આવવાથી 109 ટકા પાણી પડી ગયું છે. જોકે એના લીધે જ વરસાદની સરેરાશ વધી છે. માળિયા હાટીનામાં પણ પર આવેલું હતુ એટલે 75 ટકા અને કેશોદમાં 86 કા વરસાદ થઇ ગયો છે. જિલ્લામાં સરેરાશ 22 ઇંચ વરસાદ છે.
રાજકોટ જિલ્લામાં સરેરાશ 13-14 ઇંચ વરસાદ પડÎો છે. સૌથી વધારે વરસાદ ગોંડલ અને જામકંડોરણામાં છે. રાજકોટ શહેરમાં 48 ટકા અર્થાત પોણા સત્તર ઇંચ થયો છે.
ગિર સોમનાથમાં 45 ટકા વરસાદ થયો છે. ત્યાં સૂત્રાપાડામાં સૌથી વધારે 63 ટકા વરસાદ છે. જામનગરમાં ફક્ત 28 ટકા વરસાદ છે. ત્યાં સૌથી વદારે 37 ટકા શહેરમાં પડÎો છે. બોટાદ જિલ્લામાં 67 ટકા વરસાદ થયો છે ત્યાં બરવાળામાં 80 ટકા પાણી પડી ગયું છે.
------------------
સુરેન્દ્રનગર જિલ્લો મોખરે દેવભૂમિ દ્વારકા તળિયે
સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે વરસાદ જુલાઇ અંતથી થયો છે. સૌથી વધારે લખતરમાં 97 ટકા અર્થાત 24 ઇંચ વરસાદ થઇ ગયો છે. જે ગયા વર્ષ જેટલો છે. સાયલામાં પણ 91 ટકા વરસાદ થઇ ગયો છે. હવે વરસાદ આવે તો સરપ્લસમાં આ તાલુકાઓ રહેશે. સૌથી ઓછો 68 ટકા વરસાદ ચોટીલામાં છે. નબળા જિલ્લામાં દેવભૂમિ દ્વારકા આવે છે. દ્વારકા શહેરમાં માત્ર અર્ધો ઇંચ વરસાદ હજુ સુધી થયો છે. જ્યાં સરેરાશ 25-26 ઇંચ વરસાદ પડતો હોય છે.