મુંબઈ, તા.3: શ્રીલંકા વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીની ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે બીસીસીઆઇએ સુભાદીપ ઘોષની નિયુક્તિ કરી છે. તેણે ટી. દિલીપની જગ્યા લીધી છે. સુભાદીપ ઘોષ આ પહેલા આસામ ટીમના કોચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 2023માં બે વર્ષ સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘોષે આસામ અને રેલવે ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ પ્રથમ શ્રેણીના 17 અને લિસ્ટ એ ક્રિકેટના 17 મેચ રમ્યા છે. બીસીસીઆઇએ હાલ ફક્ત શ્રીલંકા પ્રવાસ પૂરતી જ સુભાદીપ ઘોષની ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્તિ કરી છે. ટી. દિલીપે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ફિલ્ડિંગ કોચની જવાબદારી છોડી હતી. તેનો કરાર સમાપ્ત થયો હતો.