• શનિવાર, 18 જુલાઈ, 2026

જેતપરમાં આંદોલન છાવણી ફરી ધમધમી : 26 લોકો પ્રતીક ઉપવાસમાં જોડાયા

બહારગામના લોકો માટે રસોડું શરૂ કરાયું

મોરબી, તા.17: જેતપર ગામે ઉપવાસી છાવણીમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહયા છે. આંદોલન પાર્ટ 3 શરૂ કર્યા બાદ આવેદન અને રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને આજે ઉપવાસી છાવણીમાં 15 બહેનો સહીત 26 લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા વીજ પોલ વળતર સત્યાગ્રહને વેગવંતો બનાવવા વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં આજે પ્રતિક ઉપવાસમાં 15 બહેનો અને 11 ભાઈઓ જોડાયા હતા. નાના દેવળિયા, મોટા દેવળિયા, ગોકુળિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાંથી 400થી વધુ લોકો સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા. આંદોલન સ્થળે ધૂનનો કાર્યક્રમ પણ યથાવત રાખવામાં આવ્યો છે. બહારગામથી આવતા લોકોની સંખ્યાને ધ્યાને લઈને આજથી છાવણીમાં રસોડું શરૂ કરવામાં આવ્યું છે. સવારે 9થી સાંજે 6 સુધી પ્રતિક ઉપવાસમાં 26 લોકો બેઠા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક