ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોર પણ હચમચ્યા: ભૂકંપનાં કેન્દ્રથી 300 કિ.મી.નાં દાયરામાં સુનામીનો ખતરો
નવીદિલ્હી,તા.17:
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપની કંપારી હજી શમી નથી ત્યાં આજે મેક્સિકોનાં ચિયાપાસ તટે
7.4ની તીવ્રતાનાં ખોફનાક ભૂકંપે દુનિયામાં ભયનું લખલખું પસાર કરી દીધું છે. પ્યૂર્ટો
માડેરો શહેર પાસે આ ભૂકંપનું કેન્દ્ર ધરતીનાં પેટાળમાં માત્ર 10 કિ.મી.ની ઉંડાઈએ હતી.
આ ભૂકંપનાં ઝટકા એટલા તીવ્ર હતાં કે ધરતી હચમચ્યા બાદ તુરંત જ સુનામીનું એલર્ટ જારી
કરી દેવામાં આવ્યું હતું. મળતા પ્રાથમિક અહેવાલોમાં જાનમાલની નુકસાનીની કોઈ જાણકારી
પ્રાપ્ત થઈ નથી.
અમેરિકાની
સુનામી વોર્નિંગ સિસ્ટમે સુનામીની સર્વાધિક ખતરાની ચેતવણી આપી હતી. જેમાં કહેવામાં
આવ્યું હતું કે, ભૂકંપનાં કેન્દ્રથી 300 કિ.મી.નાં દાયરામાં સુનામી લહેરો ત્રાટકી શકે
છે. જેનાં હિસાબે ત્યાંનાં તટીય વિસ્તારોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
આ ધરતીકંપની
અસર પાડોશી દેશ ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ વર્તાઈ હતી. ત્યાં પણ ઈમારતો હચમચી
ગઈ હતી અને ભયભીત લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતાં.
મેક્સિકો
ભારતથી 14600 કિ.મી. દૂર છે અને તેથી સુનામી કે આ ભૂકંપની કોઈ અસર ભારતમાં નહી થાય.
સમુદ્રમાં જો સુનામી લહેરો ઉઠશે તો પણ અમેરિકી મહાદ્વીપનાં તટો સુધી તેની અસર સીમિત
રહેશે.