• શનિવાર, 18 જુલાઈ, 2026

ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મોડી રાત્રે કાંસ્ય ચંદ્રક મુકાબલો

એમ્બાપે પાસે ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સીથી આગળ થવાની તક

મિયામી, તા.17: ફીફા વર્લ્ડ કપનો કાંસ્ય ચંદ્રક માટેનો મુકાબલો ભારતીય સમય અનુસાર શનિવારે મોડી રાત્રે 2-30 વાગ્યાથી શરૂ થશે. સેમિ ફાઇનલની બે પરાજિત ટીમ ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટેના મેચમાં ટક્કર થશે. પ્રથમ સેમિમાં ફ્રાંસનો સ્પેન સામે 0-2થી પરાજય થયો હતો જ્યારે ઈંગ્લેન્ડ ટીમ બીજા સેમિમાં આર્જેન્ટિના વિરુદ્ધ 1-2 ગોલથી હારી હતી.

ફીફા વર્લ્ડ કપમાં હાલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં આગળ ચાલી રહ્યો છે, પણ ફ્રાંસના કેપ્ટન કિલિયન એમ્બાપે પાસે મેસ્સીથી આગળ થવાની તક છે. મેસ્સીએ 8 ગોલ કર્યા છે અને 4 આસિસ્ટ કર્યા છે. એમ્બાપેના નામે પણ 8 ગોલ છે. તેણે 3 આસિસ્ટ કર્યા છે. ઈંગ્લેન્ડ સામેના ત્રીજા સ્થાન માટેના મેચમાં એમ્બાપે એક ગોલ કરશે તો તેના 9 ગોલ થઇ જશે. જો કે ફાઇનલમાં મેસ્સી પાસે પણ એમ્બાપેથી આગળ થવાની તક રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક