• શનિવાર, 18 જુલાઈ, 2026

ભારતના રોકાણવાળા ચાબહાર પર અમેરિકી હુમલા પોર્ટના કંટ્રોલ ટાવરને નુકસાન સેંટકોમે કહ્યું : અનેક ઇરાની ઠેકાણા તબાહ કર્યા

બદલામાં ઇરાને અનેક અમેરિકી યુદ્ધ વિમાન તબાહ કર્યા

વોશિંગ્ટન, તા. 17 : માણસાઇના દુશ્મન સમાન કાળમુખું યુદ્ધ સતત વકરી રહ્યું છે. અમેરિકાએ શુક્રવારે સળંગ છઠ્ઠા દિવસે ઇરાન પર હવાઇ હુમલા કર્યા હતા, જેમાં ભારતના રોકાણવાળા ચાબહાર બંદર પર પણ નિશાન સાધ્યું હતું. હુમલામાં  આ પોર્ટના કંટ્રોલ ટાવરને પણ નુકસાન થયું હતું.

બીજી તરફ આ હવાઇ હુમલાઓનો બદલો લેતાં ઇરાને અમેરિકાના અનેક યુદ્ધ વિમાનોને બેલેસ્ટીક મિસાઇલથી તબાહ કરી  નાખ્યા હતા. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કંટ્રોલ ટાવર ક્ષતિગ્રસ્ત થયાની તસવીર પણ શેર કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં આ ટાવર પર આજે ત્રીજો હુમલો કરાયો હતો.

ઇરાનની ફાર્સ સમાચાર એજન્સીએ શુક્રવારે દાવો કર્યો હતો કે, ચાબહાર પોર્ટ પર અમેરિકી હુમલા બાદ ઇરાન વળતા જવાબમાં અમેરિકાના સૈન્ય અને કારોબારી હિતો સાથે જોડાયેલાં પાંચ પ્રમુખ બંદરો પર નિશાન સાધી શકે છે.

ઇરાને દાવો કર્યો હતો કે, અમે જોર્ડનમાં ઉભેલાં અનેક અમેરિકી યુદ્ધ વિમાનોને બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યાં છે. ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી)એ જણાવ્યું હતું કે, અમે અનેક અમેરિકી રિક્યુલિંગ વિમાનો અને યુદ્ધ વિમાનો નષ્ટ કરી નાખ્યા છે.

વિદેશી છાત્રો ઉપર ટ્રમ્પનો સકંજો : માત્ર ચાર વર્ષ રહી શકશે

 ટ્રમ્પ સરકારે વિદેશી છાત્રો, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો માટે વીઝાના સમયની મર્યાદાને વધારે આકરી કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો અનુસાર સ્ટુડન્ટ્સ અને એક્સચેન્જ વીઝાની સમયમર્યાદા ચાર વર્ષથી વધુ રહેશે નહી. આ ઉપરાંત એવા વિદેશી નાગરિકો માટે વીઝા પ્રતિબંધિત કરવાની ઘોષણા કરી છે જેના ઉપર સરકાર દ્વારા વામપંથી આતંકવાદી સંગઠનો કે તેના સંબંધિત સમૂહોનું સમર્થન કરવાનો આરોપ છે.

ચીને ચોર્યો 22 કરોડ મતદારનો ડેટા : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન ઉપર મોટો આરોપ મુક્યો છે. ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપનો દાવો કરીને તેને સાબિત કરવા માટે અમુક સંવેદનશીલ ગુપ્ત દસ્તાવેજોને સાર્વજનિક કરવાની વાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીને 22 કરોડ મતદાતાનો ડેટા ચોર્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક