• બુધવાર, 17 જૂન, 2026

રાજુલાના ખેર ગામે પોલીસ પાર્ટી પર હુમલો: 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ

યુવક-યુવતીને પ્રેમ સંબંધ હોવાથી બન્ને ઘરેથી નીકળી જતા યુવતીના પરિવારે યુવકના પિતાનું અપહરણ કર્યું ‘તુ

અમરેલી,તા.16:રાજુલા તાલુકાના ખેરા ગામે પ્રેમ સબંધ હોવાથી બંને ઘરેથી જતા રહેલા હોય તેમાં છોકરાના પિતાને છોકરીના કુટુંબીજનો અપહરણ કરી લઇ જતાં આ અપહ્યુત વ્યક્તિને પોલીસ છોડાવવા જતાં 50 થી વધુ લોકોએ પોલીસ પાર્ટી ઉપર હ્નમલો કરી પી.એસ.આઈ સહિતનાઓને ઇજા કરી પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

       રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતા દેવશીભાઇ ગુજરીયાનો છોકરો તે જ ગામે રહેતા ધીરૂભાઈ શિયાળની છોકરી સાથે પ્રેમ સબંધ હોવાથી બંને ઘરેથી જતા રહેલ હોય, તેનું મનદુ:ખ રાખી, ધીરૂભાઈ શિયાળ તથા તેમના ભાઈઓ કાનાભાઈ તથા ગીગાભાઈ તથા જીણાભાઈ તથા પ્રદીપ રાણાભાઇ ગુજરીયા તથા કાળુભાઈ ભીખાભાઈ શિયાળ તથા ધીરૂભાઈના ભાઈના દીકરાઓ દ્વારા દેવશીભાઇ ગુજરીયાનું હિંડોરણા ખાતેથી અપહરણ કરી, ખેરા ગામે ધીરૂભાઇના ઘરે લઇ આવી અને તેને માર મારતા હતાં, તે વખતે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ચાંચ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલિસ કોન્સ.મગનભાઇ વિહાભાઈ ઢાપા તથા પોલીસ સ્ટાફ આ ભોગ   બનનાર દેવશીભાઈને છોડાવવા ત્યાં ખેરા ગામે જતાં, ત્યાં આરોપી ધીરૂભાઈ તથા તેમના ભાઇઓ તથા તેમના ભાઇઓના દીકરાઓ તથા તેમના ઘરની મહિલાઓ તથા તેમના સબંધીઓએ એક સંપ કરી, પોલીસ સ્ટાફ ઉપર છુટ્ટા પથ્થરોના ઘા કરી, તેમજ લાકડીઓ લઇ પોલીસ સ્ટાફ ઉપર હ્નમલો કરી, પોલીસ સ્ટાફ તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ હડીયા તથા અક્ષયભાઈ મોરી તથા ચંપુભાઈ પોપટ તથા 112 ના રવિભાઇને ઇજાઓ કરી, હતી. આ ભોગ બનનારા દેવશીભાઇને છોડાવવા જતાં, આરોપીઓએ પોલીસનો રસ્તો રોકી, ગેરકાયદે અવરોધ કરી, પોલીસ સ્ટાફને ગાળો આપી, પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.

        આ બનાવમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ચાંચ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા પોલિસ કોન્સ. મગનભાઇ વિહાભાઈ ઢાપાએ  ગુનો કરેલો હોય, આરોપી ધીરૂભાઈ શિયાળ સહિત આશરે પચાસેક જેટલા અજાણયા સ્ત્રી પુરૂષો સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક