• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ગુજરાતના DGP તરીકે જી.એસ. મલિક

છેલ્લા પાંચ મહિનાથી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ DGP તરીકે કાર્યરત હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.6 : ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે 1993 બેચના ઈંઙજ અધિકારી જી. એસ. મલિકની કાયમી નિમણૂક કરી છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા જી. એસ. મલિક હવે રાજ્ય પોલીસ દળના સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળશે. છેલ્લા પાંચ મહિનાથી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ ઉઋઙ તરીકે કાર્યરત હતા. પરંતુ હવે સરકાર દ્વારા કાયમી ઉઋઙ તરીકે જી. એસ. મલિકની પસંદગી કરવામાં આવી છે.

જી. એસ. મલિકની નિમણૂક બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડશે.  જેના કારણે હવે નવા પોલીસ કમિશનરની નિમણૂક પર સૌની નજર છે. બીજી તરફ, કે. એલ. એન. રાવ CID ક્રાઈમ અને જેલ વિભાગમાં યથાવત રહી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. રાજ્ય પોલીસ તંત્રમાં થયેલા આ મોટા ફેરફારને મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

અહીં નોંધવું ઘટે કે, જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયારિંગમાં બી.ટેક. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. કર્યું છે. તાલીમ પછી તેઓની એ.એસ.પી. ભુજ તરીકે નિમણુંક થયેલી હતી. તેઓએ છ જિલ્લાઓ ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ રૂરલ, ભરૂચ અને કચ્છના જિલ્લા એસ.પી. અને 4 રેન્જ બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જના વડા તરીકે સેવા આપી છે. તેમણે ગુજરાતના મા. રાજ્યપાલના એ.ડી.સી., અમદાવાદ શહેર ડીસીપી (ક્રાઈમ બ્રાન્ચ) અને અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં એડિશનલ કમિશનર તરીકે પણ સેવા આપી છે. સીઆઈડી ક્રાઈમ, સીઆઈડી ઈન્ટેલિજન્સ, એન્ટી કરપ્શન બ્યુરો, નશાબંધી અને આબકારી વિભાગ અને ગૃહ વિભાગમાં સચિવ તરીકે પણ તેઓએ સેવા આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક