• શનિવાર, 30 મે, 2026

ગુજરાતમાં ‘પ્રી-મોન્સુન ધમાકા’ની તૈયારી : આજથી 7 દિવસ વરસાદની આગાહી

30 મેથી 4 જૂન સુધી વરસાદ: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત આખું રાજ્ય પલળશે

40થી 50 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન : તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થશે

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.29: ગુજરાતવાસીઓ માટે ગરમીમાંથી રાહત મેળવવાના મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે અને હવામાનમાં મોટો પલટો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 મેથી 4 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ અને સમગ્ર રાજ્યમાં તીવ્ર પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ બદલાવાને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અમુક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે, ત્યારબાદ જનતાને ઠંડકનો અહેસાસ થશે.

હવામાન નિષ્ણાત અનુસાર ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તેમણે ઉમેર્યું હતું કે રોહિણી નક્ષત્રને કારણે આગામી 7 અને 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સમયગાળામાં જે વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાશે, ત્યાં સ્થાનિક સ્તરે અતિવૃષ્ટિ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક