સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડીઆરડીઓ દ્વારા દેશનું પ્રથમ 350 કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા સાથે ભારત હવે વિશ્વના એવા ચૂંટાયેલા દેશોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયું છે, જેઓ પોતાની રીતે મિસાઈલો અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિન ડિઝાઈન અને ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ખાસ એન્જિનને ડીઆરડીઓની બેંગ્લુરુ સ્થિત લેબ ‘ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ’ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યારે હૈદરાબાદની ખાનગી કંપની આઝાદ એન્જિનીયારિંગ દ્વારા તેને તૈયાર કરાયું છે.