• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ચૂંટણી લડવા ઇચ્છુકના ઘરે ‘શૌચાલય’ હોવું ફરજિયાત

            ભાજપે ઋઊગ ણ સુધી પહોંચવા ફોર્મમાં સોશિયલ મીડિયા ‘ફોલોઅર્સ’ની વિગત ફરજિયાત કરી

            આ વખતે જૂની પેઢીના પૂર્વ કોર્પોરેટરોના પત્તા કપાય તેવી પૂરી શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.2: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. તેની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ, વડોદરા અને સુરતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ’ઋયક્ષ ણ’ એટલે કે યુવા પેઢી સુધી પહોંચવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી લડવા ઇચ્છુકોએ ફોર્મમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમાં ફોલોઅર્સની વિગતો ફરજિયાત માગવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા મતદારો સૌથી વધુ હોવાથી ઋઊગ ણ મતદારોને આકર્ષવા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવશે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર સોશ્યલ મીડિયામાં કેટલા એક્ટિવ છે તેના પર થી ટીકીટ આપવી કે નહીં તે નક્કી થશે. આ સાથે જ સામાજિક શિસ્તના ભાગરૂપે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારના ઘરે શૌચાલય હોવું પણ અનિવાર્ય રહેશે.

ભાજપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સરલ એપ્લીકેશન અને નમો એપ્લિકેશન પર ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરો સોશિયલ મીડિયામાં ક્યાં ક્યાં પ્લેટટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે તેની વિગતો ઉમેરવામાં આવી હતી. જેનો ભાજપ દ્વારા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે પહેલા સેન્સ પ્રક્રિયા કરવામાં આવતી તેમાં સમર્થકોનો મત લેવામાં આવતો હતો જોકે આ વખતે સમર્થકો(ટોળા શાહી) નહીં તેવો આદેશ આપવામાં આવ્યો છે. જેને બદલે ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિના પરિચય પત્ર(ફોર્મ)માં સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો માગવામાં આવી છે. જેમાં કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગત લખવી ફરજિયાત રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે જૂની પેઢીના પૂર્વ કોર્પોરેટરોના પત્તા કપાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહે છે. કારણ કે પૂર્વ કોર્પોરેટરો સોશિયલ મીડિયામાં સક્રિય નથી. ભાજપે આ વખતે ઉમેદવારી ફોર્મમાં સોશિયલ મીડિયાની વિગતો અને નમો એપના વપરાશ અંગેની માહિતી પણ માંગી છે. ઉમેદવારે પોતાના ફોલોઅર્સની સંખ્યા અને સંગઠનમાં કરેલી કામગીરીની વિગતો આપવી પડશે. સાથે જ, કોઈ પણ ફોજદારી ગુનો કે પોલીસ કેસની માહિતી છુપાવી શકાશે નહીં. મહાનગરપાલિકાઓની ચૂંટણી લડવા ઇચ્છતા ભાજપ કાર્યકરોના મોબાઈલમાં સરલ એપ અને નમો એપ ડાઉનલોડ ન હોઈ તો ફરજિયાત ડાઉનલોડ કરવાની રહે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે કેટલાક અત્યંત કડક અને નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક