• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

KKR સામે સનરાઇઝર્સનું પાવર હિટિંગ : 8/226

કલાસેનના 52, અભિષેકના 48 અને હેડના 46 રન: મુજરબાનીની 4 વિકેટ

કોલકતા તા.2: ટ્રેવિસ હેડ (46), અભિષેક શર્મા (48) અને હેનરિક કલાસેન (પ2)ના પાવર હિટિંગથી કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટે 226 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. સનરાઇઝર્સે પાવર પ્લેમાં બિગ હિટિંગ કરીને 1 વિકેટે 84 રન કર્યાં હતા. તેની ઇનિંગમાં 9 સિક્સ અને 24 ફોર હાઇલાઇટ બની રહી હતી. આથી 1પ0 રન બાઉન્ડ્રથી બન્યા હતા.

હેડ અને અભિષેક સનરાઇઝર્સને ઝડપી શરૂઆત આપીને પહેલી વિકેટમાં 34 દડામાં 82 રનની આતશી ભાગીદારી કરી હતી. જો કે હેડ અને શર્મા ઉપરાઉપરી આઉટ થયા હતા. આ પછી કપ્તાન ઇશાન કિશન (14) અને અનિકેત વર્મા (1) પણ આઉટ થતાં સનરાઇઝર્સની રન રફતાર બ્રેક લાગી હતી. અભિષેક શર્માએ 21 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી 48 અને ટ્રેવિસ હેડે 21 દડામાં 6 ચોક્કા-3 છક્કાથી 46 રન કર્યાં હતા. કલાસેન અને નીતિશ રેડ્ડી વચ્ચે પ3 દડામાં 82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કલાસેન 3પ દડામાં 4 ચોક્કા-1 છક્કાથી બાવન રને અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. રેડ્ડીએ 39 રન કર્યાં હતા. આથી એસઆરએચના 8 વિકેટે 226 રન બન્યા હતા. કેકેઆર તરફથી મુજરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક