નવીદિલ્હી, તા.2 : અમેરિકામાં આયાત સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર થઈ શકે છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોય તેવા તૈયાર ઉત્પાદનો ઉપર નવો ટેરિફ લાગુ કરવાની યોજના ઘડી રહ્યું છે.
જે
ઉત્પાદનમાં આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમ વપરાયું હોય તેવી ચીજવસ્તુઓ ઉપર અમેરિકા 2પ
ટકા જેટલો ટેરિફ લાગુ કરી શકે છે. આ પગલાંની ઘોષણા ચાલુ સપ્તાહે જ કરવામાં આવે તેવી
શક્યતા હોવાનું મીડિયાનાં અહેવાલોમાં જાણવા મળે છે.
આ નવા
ટેરિફથી કંપનીઓને વધુ એક મુશ્કેલ સિસ્ટમનો સામનો કરવો પડી શકે છે. અત્યારે પ0 ટકા ટેરિફ
લાગે છે પણ તે કોઈ ઉત્પાદનમાં વપરાયેલા એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર જ લાગુ થાય છે. જો
કે હવે નવી સિસ્ટમમાં ક્યાં ઉત્પાદનમાં કેટલી ધાતુ વપરાઈ હશે તેની ગણતરીના બદલે સીધું
ઉત્પાદન ઉપર જ 2પ ટકા ટેરિફ નાખવાનો પ્રસ્તાવ છે.