• મંગળવાર, 03 માર્ચ, 2026

રાજકોટના પાંચ લોકો દુબઈમાં સુરક્ષિત

દુબઇ ફરવા અને ધંધાના અર્થે ગયેલા અનેક લોકોને પરત આવવામાં મુશ્કેલી પડી રહી છે

રાજકોટ, તા.2 : છેલ્લા ત્રણેક દિવસથી શરૂ થયેલા ઇરાન-ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં રાજકોટમાંથી દુબઇ ફરવા અને ધંધાના અર્થે ગયેલા અનેક લોકોને પરત આવવામાં મુશ્કેલી પડી રહી છે. દુબઈ એરપોર્ટ ઉપરથી મોટાભાગની ઇન્ટરનેશનલ ફલાઇટસ હાલ તુરંત રદ કરી દેવામાં આવતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક લોકો રવિવારે પરત ભારત આવવા માટે નીકળવાના હતા તેઓ હાલ ફસાઇ ગયા છે.

જો કે, રાજકોટના પાંચ લોકો હાલ દુબઇ છે તેઓ સુરક્ષિત હોવાનું ડિઝાસ્ટર મામલતદાર મીરા જાનીએ જણાવ્યું હતુ. ઉપરાંત સદર વિસ્તારના ઓર્થોપેડિક ડો.મારૂ પણ દુબઇમાં તેમના મિત્રને ત્યાં છે.

નાનામવા વિસ્તારમાં રહેતા હસમુખ બાબુભાઇ સોરઠિયા અને તેમની સાથેના તુષાર ગાવિંદભાઇ ઉંધાડ દુબઇ ગયા હતા. એરપોર્ટ બંધ કરાતાં હાલ તેઓ હોટલમાં સુરક્ષિત છે. કાલાવડ રોડ ઉપરના ફેનિલ રાકેશ હિરાણી અને સત્યસાંઇ હોસ્પિટલ પાસે રહેતા વિદ્યરાજ રાજદીપાસિંહ જાડેજા પણ હાલ દુબઇ છે અને સુરક્ષિત છે.

ઇ-પેપરના નવા શુલ્ક