રાજકોટમાં રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ : 112 હેલ્પલાઇનનો રિસ્પોન્સ ટાઈમ 14 મિનિટથી ઘટીને 7 મિનિટ થયો
રાજકોટ,
તા. 1 : રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી પર
લગામ કસવા માટે રાજકોટ ખાતે રાજ્ય પોલીસ વડા (ઉઋઙ)ની અધ્યક્ષતામાં એક મહત્વની ‘રીજનલ
ક્રાઈમ કોન્ફરન્સ’ યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ અને
ભાવનગર રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓના ક્રાઈમ રેટ, પડતર ગુનાઓ અને સુરક્ષા વ્યવસ્થાની
સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
ડીજીપીએ
જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વર્ષ 2024, 2025 અને 2026 ના પ્રથમ મહિનાના ગુનાઓના
આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીનું મૂલ્યાંકન
કરી ભવિષ્યની સુરક્ષા માટે સચોટ માર્ગદર્શન આપવાનો હતો. ખાસ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા
આરોપીઓને પકડવા અને દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે તમામ જિલ્લાના એસપીને જરૂરી સૂચનાઓ
આપવામાં આવી છે.
પોલીસ
વડાએ આ બેઠકમાં ત્રણ મુખ્ય પડકારો પર ભાર મૂક્યો હતો.(1) ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ
અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા વિશેષ તકેદારી રાખવા
આદેશ અપાયા છે.(2) સાયબર ફ્રોડના કિસ્સામાં ‘ગોલ્ડન અવર’ (પ્રથમ એક કલાક) માં 1930
હેલ્પલાઇન પર ફરિયાદ કરવાનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનના
યુગમાં ઝડપી ફરિયાદથી નાણાં ફ્રીઝ કરી શકાય છે. અત્યાર સુધીમાં અંદાજે 50 કરોડ જેટલી
રકમ પરત અપાવવામાં પોલીસ સફળ રહી છે.(3) જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ટ્રાફિક
નિયમોનાકડક અમલીકરણ પર ભાર મુકાયો છે.
પોલીસની
કાર્યક્ષમતામાં થયેલા સુધારા અંગે માહિતી આપતા ડીજીપીએ જણાવ્યું કે, સપ્ટેમ્બર
2025 થી કાર્યરત ‘ડાયલ 112’ પ્રોગ્રામના પરિણામો ઉત્સાહજનક છે. રાજકોટ શહેરમાં અગાઉ
પોલીસનો રિસ્પોન્સ ટાઈમ 12 થી 14 મિનિટનો હતો, જે હવે ઘટીને માત્ર 7 મિનિટ થઈ ગયો છે.
અન્ય રેન્જ અને જિલ્લાઓમાં પણ રિસ્પોન્સ ટાઈમમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે, જે પ્રજાલક્ષી
પોલાસિંગનું ઉત્તમ ઉદાહરણ છે.
શાળા-કોલેજો,
કોર્ટ અને પાસપોર્ટ ઓફિસ જેવી સરકારી કચેરીઓને મળતા બોમ્બ કે ધમકીભર્યા ‘હોક્સ કોલ્સ’
(ઇંજ્ઞફડ્ઢ ઈફહહત) અંગે ડીજીપીએ ગંભીરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, આવા મેઈલ્સ
વિદેશી વીપીએન (ટઙગ) દ્વારા મોકલવામાં આવતા હોય છે. પોલીસ તેના મૂળ સુધી પહોંચી ગઈ
છે અને સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગેલી છે. રાજકોટ
સીપીના નામે બનેલા ફેક સોશિયલ મીડિયા આઈડી બાબતે પણ પોલીસ તપાસ તેજ કરી દેવામાં આવી
છે.
રાજકોટના
જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મોટા પાયે ડિમોલિશન અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું
કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ બેઠકમાં તમામ એસપીને બાકી રહેલા ગંભીર ગુનાઓના ઉકેલ માટે કડક સૂચનાઓ આપી ’રિસ્પોન્સિવ
પોલાસિંગ’ પર ભાર મૂકવામાં આવ્યો હતો