• સોમવાર, 02 માર્ચ, 2026

ખાખી વર્દીનું સપનું રોળાતા રાજકોટના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢના વધાવી ગામે બની ઘટના : ગ્રાઉન્ડની પરીક્ષામાં એક-બે માર્કસથી રહી જતા ભરેલું પગલું

જૂનાગઢ, તા.1 : રાજ્યભરમાં પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે. અનેક યુવાનો અને યુવતીઓ ખાખી વર્દી પહેરવા તનતોડ મહેનત કરતા હોય છે ત્યારે ખાખી વર્દીનું સપનું રોળાઈ જતા જૂનાગઢના વધાવી ગામે યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હજુ બે દિવસ પહેલા આ ગામની યુવતીએ પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે વધુ એક આશાસ્પદ યુવાનનાં મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં એસટી વર્કશોપ વિસ્તારમાં રહેતા દીપક કાનજીભાઈ ચૌહાણ(ઉં. વ.32) નામના યુવાને જૂનાગઢના વધાવી ગામે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક દીપક પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. તાજેતરમાં ગ્રાઉન્ડની પરીક્ષા આપી હતી. જેમાં તે એક-બે માર્કસથી નાસીપાસ થતા ખાખી વર્દી પહેરવાનું સપનું રોળાઈ જતા લાગી આવવાથી તેણે જીવન ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે. બે દિવસમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક અને યુવતીના આપઘાતના બનાવથી ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક