(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા.24: અમદાવાદ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણના નામે વોટ્સએપ તથા
ટેલીગ્રામ ગ્રુપમાં લિન્ક મોકલીને લોકોની સાથે છેતરાપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી
પાડી છે. અમદાવાદમાંથી ખાનગી બેન્કની મહિલા બ્રાન્ચ મેનેજર
અને બેન્કના અન્ય બે કર્મચારીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શેરબજારમાં
એપ્લિકેશન દ્વારા રોકાણની લાલચ આપીને અમદાવાદના એક શખસ સાથે રૂ. 1.54 કરોડની છેતરાપિંડી
આચરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આમ જુદા જુદા શહેરોમાં દરોડા પાડીને
ચાઈનિઝ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
આ છેતરાપિંડીની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. ફરિયાદીને
’91 ઇઅછઈકઅઢજ-જાજ્ઞિંભસ ખફસિયાિં ઙશજ્ઞક્ષયયિ’ નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી આઈપીઓ
અને શેરબજારમાં જંગી નફાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને એક લિન્ક દ્વારા બોગસ એપ્લિકેશન
ડાઉનલોડ કરાવાનું જણાવાયું હતું. નફાના લોભમાં ફરિયાદીએ અલગ-અલગ ખાતાઓમાં કુલ 1.54
કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જ્યારે રકમ પરત માંગતા તમામ સંપર્ક તોડી નાખવામાં
આવ્યો હતો. જેથી છેતરાયેલા શખસે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર
ક્રાઈમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે ભાવનગર, સુરત અને અમદાવાદમાં દરોડા પાડીને
આ પાંચેય આરોપીઓને ઝડપી લીધા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના છેડા ચીન સુધી
જોડાયેલા છે.