• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

32 વર્ષ વીત્યાં કલ્પસર યોજનાનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર થયો નથી રાજ્ય સરકારનો વિધાનસભા ગૃહમાં એકરાર

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.24 : સ્વ. કેશુભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી કલ્પસર યોજના બનાવવાનું નક્કી કરાયું હતું પરંતુ 32 વર્ષનાં વહાણ વહી ગયા હોવા છતાં હજુ સુધી કલ્પસર યોજનાનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો નથી. અર્થાત્ તેનાં આખરીકરણના તબક્કે છે તેઓ એકરાર રાજ્ય વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં રાજ્ય સરકારે કબૂલાત કરી છે કે કલ્પસર યોજનાનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ આખરીકરણ તબક્કે છે પરંતુ કેટલા સમયમાં આ રિપોર્ટ સરકારને પ્રાપ્ત થશે તેવી કોઈ ચોખવટ કરાઈ નથી. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં કલ્પસર યોજના હેઠળ રૂપિયા 400 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં રૂ.260.21 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. કલ્પસર યોજના ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટના આખરી કરણ બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ યોજના શરૂ થયેથી આઠ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક