તસ્કરો રોકડ રકમ, આઇપેડ, મેકબૂક અને લેપટોપ ઉઠાવી ગયા
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.6: પધડરી પાસે ઉકરડા રોડ પર આવેલા ‘એરકોન
ઇન્ડિયા’ નામના કારખાનામાં ચડ્ડી બનિયનધારી ગેંગ ત્રાટકી હતી અને તેમાંથી રૂ.27.55
લાખની ચોરી કરી નાસી છૂટતાં પોલીસમાં દોડધામ
મચી ગઇ હતી.
મળતી
વિગત મુજબ રાજકોટના અમીન માર્ગ પર ગુલાબ વાટીકામાં નચીકેતન-1 માં રહેતા હર્ષિતભાઇ પ્રહલાદભાઇ
કાવર (ઉ.વ.35) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મોવૈયાની સીમ પડધરી ઉકરડા
રોડ પર એરકોન ઇન્ડિયા નામનું કારખાનું ધરાવી વેપાર કરે છે.
ગઇ
કાલે તેઓ ઘરે હતા ત્યારે તેમના સાળા વાસુભાઇ હરીશભાઇ દેત્રોજાએ ફોન કરી કારખાનામાં ચોરી થઇ છે તેમ જાણ કરી હતી.
બાદ ફરિયાદી તેના સાળા વાસુભાઇ બન્ને કારખાને આવી જતા જોતા કારખાનામાં તેઓની ઓફિસના
દિવાલે મેટક સેકસનનો દરવાજો જે દરવાજો ખુલ્લી હાલતમાં જોવામાં આવ્યો હતો તેમજ તે દરવાજાથી બહાર એક સીડી
દિવાલને અડીને ઉભી જોવામાં આવી હતી. તપાસ કરતા ઓફિસમાં ટેબલની ખાનાઓ ખુલ્લી
હાલતમાં જોવામાં આવ્યા હતાં.
તેમજ
ટેબલ ઉપર બે પીળા નેપકીન પડેલા હતા. ટેબલના ખાનામાં રાખેલા રોકડા રૂ.26.47 લાખ ગાયબ
હતા અને ટેબલનાં બીજા ખાનામાં રૂ.20 હજારનું
આઇપેડ, રૂ.20 હજારની એક મેકબુક તેમજ રૂ.5 હજારનું એક લેપટોપ પણ ઓફિસમાં જોવામાં આવ્યું
ન હતું. તેમજ એકાઉન્ટ ઓફિસમાં જઇને જોતા અમારા એકાઉન્ટનું કામ સંભાળતા હિરેનગીરી ગોસ્વામીએ
જણાવ્યું કે, તેના ટેબલમાં પડેલ રૂ.63 હજાર પણ
તસ્કરો ચોરી ગયા છે. બાદ કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર અજાણ્યા શખસો
કારખાનાની ઓફિસમાંથી આવતા જોવામાં આવે છે. આ લોકો માથે ટોપી, મોઢે રૂમાલ અને ચડ્ડી
બનીયાન પહેર્યા હતા. જેથી ફરીયાદીનાં કારખાનામાં ત્રાટકેલી ચડ્ડી બનીયનધારી ટોળકીએ
કારખાનામાંથી રૂ.રોકડ સહિત કુલ રૂ. 27.55 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ
નોંધાવી હતી.
બનાવ
અંગેની ફરીયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધ્યા બાદ રૂરલ એલસીબી સહિતની ટીમોએ
સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચારેક દિવસ પહેલાં
ખીરસરા નજીકના વિસ્તારમાં પણ ચડ્ડી બનીયનધારી ગેંગ ત્રાટકી હતી અને દુકાનો ફંગોળી હતી,
પરંતુ તેમાં કોઇ ફરીયાદ નોંધાઇ ન હતી.