અમદાવાદ, તા. 5: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં વઘઘટ જોવા મળી રહી છે અને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આગામી 7 દિવસ તાપમાન અને વાતાવણ યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વ દિશામાં પવન ફુંકાતા 7 ડિસેમ્બર સુધી મધ્યમ ઠંડી રહેશે. ત્યારબાદ ઠંડી વધુ પડશે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થશે. જો કે, દિવસના સમયે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે પરંતુ તેજ પવનને લીધે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડી
પડવાની શરૂ થઈ છે. આ વર્ષે ઠંડી મોડી શરૂ થઈ છે. જો કે, ડિસેમ્બર મહિનો શરૂ થયાને
5 દિવસ થયા છે છતા હજુ કડકડતી ઠંડી પડી નથી. જો કે, આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની
છે. પૂર્વ દિશામાં પવન ફુંકાતા ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતા 7 દિવસ
રાજ્યમાં તાપમાન અને વાતાવરણ યથાવત્ રહેશે. પવન વધુ ફુંકાતા વહેલી સવારે ઠંડી વધુ અનુભવાઈ
રહી છે.