• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અરજણસુખ ગામે સાળા સહિત દસ શખસે કુહાડી ઝીંકી બનેવીની હત્યા કરી

ભોગ બનનાર વૃદ્ધને પત્ની સાથે ઝઘડો ચાલતો હોઇ સમાધાનના બહાને જીવલેણ હુમલો કરી બે પગ કાપી નાખ્યા : પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી-વડીયા, તા.12: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમા સાળા સહિત 10થી વધુ લોકોએ વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થતા મામલો હત્યામાં પલટાયો છે.

 વડીયા તાલુકાના અરજણસુખ ગામમા મોડી રાતે જીવલેણ હ્નમલો કરી કુહાડીથી પગ કાપી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે અહી અરજણસુખ ગામમા સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિશેનભાઇ સોલંકી આવ્યા હતા. જ્યાં તેમના 5 જેટલા સાળા સહિત કેટલાક અજાણ્યા લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મૃત્યુ  થતા મામલો હત્યામાં પલટાયો હતો. જ્યારે આ બનાવમાં વડીયા પોલીસ સ્ટેશનમાં છે. સાળા સહિત અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક દિનેશભાઇને પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘર છોડી છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ફરતો હોય ત્યારે આજે સમાધાન માટે અરજણસુખ આવ્યા હતા જ્યાં તેમના સાળા સહિત લોકો એકત્ર થયા હતા સમાધાન બાબતે ત્યાર બાદ બોલાચાલી થયા બાદ દિનેશભાઇ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં મૃતકના જ 5 સાળા અને અજાણીયા ઈસમો સામે ફરીયાદ નોંધાઇ છે જેમાં સાળાના હાથે બનેવીની હત્યા થતા ચકચાર મચી ગઇ છે હાલમાં આરોપીને પકડવા માટે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને વડિયા ઇન્ચાર્જ પીઆઇ કે એસ ડાંગરની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે.

ગામમાં અવારનવાર આવારા તત્વો ઘુસી જતા હોઇ તેથી

સરપંચ દ્વારા એક વર્ષ પહેલા લેખિતમાં મામલતદારને રજુઆત કરી હતી અને આજે વડીયા પોલીસ સ્ટેશને અને મામલતદાર કચેરીએ મેં રજુઆત કરી છે અમારા ગામમાં આધાર કાર્ડમાં નામ હોઈએ એ જ લોકોને રહેવાની મજૂરી આપો અને અમારા ગામની બદનામી હું નહિ ચલાવી લવ અને જો આ બાબતે યોગ્ય કામગીરી નહિ થાય તો ગાંધી ચીંધ્ય માર્ગવે આંદોલન પર જવાની ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક