• શનિવાર, 13 એપ્રિલ, 2024

avsan nondh

જામનગર લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ-ઉદ્યોગપતિ ગંગદાસભાઇ કાછડીયાનું અવસાન

જામનગર: જામનગર લેઉવા પટેલ સેવા સમાજના પૂર્વ પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ ગંગદાસભાઇ માવજીભાઇ કાછડીયા (પટેલ) (ઉ.વ.82) ને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તેમની સારવાર કારગત નિવડી ન હતી અને તેમનું આજે અવસાન થયું હતું. તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી જેમાં ઉદ્યોગકારો, સમાજના અગ્રણીઓ, સગા-સંબંધીઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓ પોતાની પાછળ પત્ની લાભુબેન, પુત્રો સુરેશભાઇ, મહેશભાઇ, અતુલભાઇને વિલાપ કરતા છોડી યા છે. બેસણું તા.24ને શનિવારે સાંજે 5 થી 6-30 રણજીતનગર, લેઉવા પટેલ સમાજ, જામનગર છે.

 

ચક્ષુદાન

રાજકોટ: વિશ્વેશ્વર મણીભારતી ગૌસ્વામીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે, જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 465મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના સહયોગથી  થયેલ છે.

રાજકોટ: પોપટ કિશોરભાઇ ટહેલરામનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 464મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન ધુલીયાભાઇના સહયોગથી થયેલ છે.

વાંકાનેર: ચા.મ. મોઢ બ્રાહ્મણ પંડયા સુખદેવભાઇ ક્રિપાશંકરભાઇના પુત્ર દિલીપભાઇ (ઉ.66)તે રાજેશભાઇ, અશોકભાઇ, રસીકભાઇના મોટા ભાઇ, અમિતભાઇ, અંકિતાબેન, પુજાબેન રોનકકુમાર ભટ્ટના પિતાશ્રી, અનિલભાઇ અને ઘનશ્યામભાઇના બનેવીનું તા.22ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.26ના સાંજે 4 થી 6 મીલ કોલોની, સ્ટેશન રોડ, વાંકાનેર છે.

રાજકોટ: વેજલપરવાળા હાલ રાજકોટ સ્વ. તારાચંદભાઈ નરશીભાઈ રાણપરાના પુત્ર ખુશાલભાઈ તારાચંદભાઈના પત્ની લીનાબેન (ઉ.64)તે અમીત, દેવાંગ, નીશાના માતુશ્રી, રતીલાલ પોપટલાલ પાટડીયા ખાંભાના પુત્રીનું તા.ર3ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર4ના સાંજે 3 થી 4.30 ખીજડાવાડી યુનીટ નં.1, રાજકોટ છે. લૌકીક વ્યવહાર બંધ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય ભગવાનજી કેશવજી મચ્છરના પુત્ર રમેશભાઈ (ઉ.પ4) તે કરણના પિતાશ્રી, ગીરીશભાઈ, મુકેશભાઈ, કમલેશભાઈ તેમજ ભાવનાબેન ગીરીશકુમાર આશરા, ભારતીબેન દિનેશકુમાર જાજલના ભાઈ, આકોલાવાળા સ્વ.ડાયાલાલ ચીમનલાલ જોગીના જમાઈનું તા.ર3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર4ના સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

ગોંડલ: લલીતભાઈ કાનજીભાઈ શાહનાં પત્ની નીતાબેન (ઉ.વ.66)તે પુનમબેન, કેતનભાઈ, અમીતભાઈના માતુશ્રી, પ્રદીપભાઈ (શાહ મોટર ગેરેજ), સ્વ.નયનાબેન રજનીભાઈ શાહ, જોસનાબેન બીપીનભાઈ મોદીનાં ભાભી, કાજલબેન, ખુશીબેનનાં સાસુ, હર્ષ, વિહાન, ક્રિશાંગના દાદી, સ્વ.જીવણલાલ વઘાણીનાં પુત્રી, ગીરીશભાઈ, સ્વ.િહતેષભાઈ, સાધનાબેન, બીનાબેન, અલ્પાબેન, પારૂલબેન, રૂપલબેનનાં મોટાબેનનું તા.ર1નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર4ના સવારે 10 થી 11.30 હેમવાડી સ્ટેશન પ્લોટ, રેલવે સ્ટેશન રોડ,

ગોંડલ છે.

કોડીનાર: છારિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, કોડીનારના પ્રમુખ નવીનચંદ્ર રૂગનાથભાઈ પંડયા (ઉ.79) તે જીજ્ઞેશભાઈ પંડયા (હરિ ઓમ કન્સ્ટ્રક્શન), તુષારભાઈ પંડયા (ગીર સોમનાથ બ્રહ્મ સમાજ પ્રમુખ)ના પિતાનું તા.ર3ના અવસાન થયું છે. સ્વ.નવીનભાઈ પંડયા કોડીનાર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપતા હતા. સાંજે નીકળેલી તેમની સ્મશાન યાત્રામાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજકોટ: મૂળ ગામ-કોઠારીયાના મધુબેન છગનભાઈ ખારેચા તે છગનભાઈ ભુરાભાઈ ખારેચાના પત્ની, મનહરભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, અશોકભાઈના માતુશ્રીનું તા.ર3ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર6નાં સાંજે 4.30 થી 6 સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), કાલાવડ રોડ, રાજકોટ છે.

શોભાવડ: ગોસ્વામી પ્રભાતગીરી ગુલાબગીરી (ઉ.6ર) તે ગોસ્વામી લક્ષ્મણગીરી, લહેરગીરીના નાનાભાઈ મનુગીરી તથા પ્રકાશગીરીના મોટાભાઈ, લીલીબેન નનુગીરી કંટાસર, ગવુબેન ભગવાન પરિકોટામોઈના મોટાભાઈનું તા.ર3ના અવસાન થયું છે.

દલ-દેવળિયા: અજુડિયા બાવનજીભાઈ ભીમાભાઈ (ઉ.89) તે વિઠ્ઠલભાઈ, દિનેશભાઈ, નર્મદાબેન, હંસાબેન, વસંતબેન તથા સુધાબેનના પિતાશ્રીનું તા.રરના અવસાન થયું છે.

રાજકોટ: મણીબેન ધરમશીભાઈ માવાણી (ઉ.9પ) તે નાથાલાલ, ધીરૂભાઈ, આશિષ, ઈશાનના સ્વજનનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સાંજે 4 થી 6 તેજાબાપાની જગ્યા પાસે, અવેડા ચોક, ધોરાજી છે.

જામનગર: મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ.યશવંતરાય હરિશંકર દવેના પત્ની ગુલાબબેન (ઉ.89) તે પ્રભુલાલ નંદલાલ જોશી (સોલાપુર)ના દિકરી, સ્વ.ચૈતન્યભાઈ, હર્ષાબેન, ગીતાબેન તથા રશ્મિબેનના માતા, બળવંતરાય જોશી, હર્ષદભાઈ દવે, રશ્મિકાંત જોશીના સાસુનું તા.રરના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર4ના સાંજે 4 થી પ શ્રી રાધે-કૃષ્ણ મંદિર, શિવ ટાઉનશીપ-1, 1પ0 ફૂટ બેડીબંદર રીંગ રોડ, ન્યારા પેટ્રોલ પંપની સામે, શ્રેયસ ટેઈલરવાળી શેરી, જામનગર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક