રાજકોટ:
ઔદીચ્ય ઘેલારામજી બ્રહ્મસમાજના કિશોરભાઈ ચંદ્રશંકર જોશીના પુત્ર રવિભાઈના પત્ની આસીતાબેન
(ઉ.ર8) તે હરેશભાઈ રમણીકલાલ ભટ્ટ (પાડાસણવાળા) ના પુત્રીનું તા.31 ના અવસાન થયુ છે.
બન્ને પક્ષનું બેસણુ તા.3 ના સાંજે પ થી 6 મોઢ બ્રાહ્મણની જ્ઞાતિની વાડી, ચંદનપાર્ક
મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિર સામે, રૈયા રોડ, રાજકોટ છે.
ગોંડલ:
સરભંડા નિવાસી સ્વ.વૈદ્ય કાંતિલાલ ગીરધરલાલ ડીટાણીના પુત્ર રસીકભાઈ (ઉ.86) અમદાવાદ
(િનવૃત્ત કેરીયર દેના બેંક, રીલીફ રોડ, બ્રાંચ)નું તા.31 ના અમદાવાદ ખાતે અવસાન થયુ
છે. ઉઠમણુ તા.3 ના સોમવારે સાંજે પ થી 6, અમદાવાદ છે.
ગઢડા
(સ્વામીના): અડતાળા નિવાસી કલ્પેશભાઈ રવિયા (ઉ.4પ) તે સુરેશભાઈ માધવજીભાઈ રવિયાના પુત્ર,
સ્વ.િમલનભાઈના ભત્રીજા, રાજેશભાઈના મોટાભાઈ, દિવ્યેશ, દિપેશના પિતા, અરુણાબેનના પતિ,
કારિયાણી નિવાસી હાલ બોટાદ રણછોડભાઈ આપાભાઈ મહેતાના જમાઈ, જીતેન્દ્રભાઈ, મહેશભાઈના
બનેવીનું તા.31 ના અવસાન થયુ છે. બેસણુ તા.3 ના તેમના નિવાસ સ્થાને અડતાળા મુકામે છે.
જામખંભાળીયા:
જમનાદાસ જેસંગભાઈ ગોકાણીના મોટા પુત્ર સ્વ.પ્રભુદાસ જમનાદાસ ગોકાણીની પુત્રી કિશોરીબેન
પ્રવિણભાઈ દાવડા (મુંબઈ) નું તા.30 ના અવસાન થયુ છે. સાદડી તા.3 ના 10 થી 10:30 ભાઈઓ
તથા બહેનો માટે જલારામ મંદિરે છે.
જામનગર:
મૂળ વાવબેરાજા હાલ જામનગર પ્રવિણસિંહ બનેસંગ જાડેજાના પુત્ર નરેન્દ્રસિંહ તે ભીખુભાના
ભત્રીજા, દેવેન્દ્રસિંહ, ડો.ધર્મેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહના નાનાભાઈ, સત્યરાજસિંહ,
દિવ્યરાજસિંહના પિતા, ધૈર્યરાજસિંહ, રુદ્રેનસિંહ, આદિત્યસિંહ, ડો. પરમજયસિંહના કાકાનું
અવસાન થયુ છે. બેસણુ તા.3 ના 4 થી 6 ભાઈઓ તથા બહેનો માટે 4 થી 6 લેઉવા પટેલ સમાજ, રણજીતનગર,
જામનગર
છે.
મોરબી:
મુળ બગથળા હાલ મોરબી ઔ.ઝાલાવાડી બ્રાહ્મણ હેમશંકરભાઈ શાંતિલાલ રાવલ (ઉ.79), (માજી આચાર્ય
ગીબ્સન મીડલ સ્કૂલ) તે બટુકભાઈ, સ્વ.િવનુભાઈ, સ્વ.િકશોરભાઈના ભાઈ, હરીમિત્ર, પ્રિતિબેન
ચિંતનકુમાર કોઠારી (કાલાવડ), નમ્રતાબેન કૌશિકકુમાર ઠાકર (મોરબી) ના પિતાનું તા.1 ના
અવસાન થયુ છે. બેસણુ તા.3 નાં સાંજે 4 થી 6 ત્રિલોકધામ મંદિર, કુબેરનગર, નવલખી રોડ,
મોરબી છે.
રાજકોટ:
પ્રવિણભાઈ ધનજીભાઈ મારૂના માતા ચંદ્રિકાબેન ધનજીભાઈ મારૂનું અવસાન થયુ છે. બેસણુ તા.3
નાં સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતીની વાડી, 1પ નં. સ્કુલની પાછળ, રણછોડનગર-14, રાજકોટ છે.
રાજકોટ:
મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.ભાનુશંકર ગોરધનદાસ રાજ્યગુરુના
પત્ની શારદાબેન તે રવિન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, પ્રતિભાબેન ભરતકુમાર જાની, મીનાબેન મનોજકુમાર
જાની, ભાવનાબેન ચિરાગકુમાર જોશીના માતા તથા સ્વ.કાશીરામભાઈ સેવકરામભાઈ જોષી (છોડવાડી)
ના પુત્રીનું તા.31 ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.3 ના સાંજે પ થી 6 નાગર
બોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી હાઈસ્કૂલ સામે, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.હસમુખભાઈ તારાચંદ મહેતાના પુત્ર બ્રીજેશભાઈ (ઉં.49) તે ગીતાબેનના પતિ, જયેશભાઈના
નાનાભાઈ, ગૌરાંગભાઈ (એડવોકેટ)ના મોટાભાઈ, આયુષી તથા જેનીલના પિતાનું તા.31 ના અવસાન
થયુ છે. ઉઠમણુ તા.3 ના સવારે 10:30 કલાકે પ્રાર્થનાસભા સવારે 11 કલાકે જય પારસધામ ઉપાશ્રય,
જલારામ-1, નિર્મલા કોન્વેન્ટ રોડ, ફાયર બ્રિગેડ પાછળ, રાજકોટ છે.